આણંદ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘ દ્વારા પહેલી મે ના રોજ રાજ્ય સ્થાપના દિન નિમિતે સમ્માન સમહરોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારંભના ઉદ્ઘાટનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક રમણભાઈ સોલંકી, પેટલાદ વિધાનસભાના અધ્યક્ષ કમલેશભાઈ , પટેલ સમાજ ના મુખ્ય મહેમાન રાજ્ય રાજ્ય પરિક્ષા બોર્ડ ના સચિવ એમજી. વ્યાસ, ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘના આદ્યસ્થાપક અરવિંદભાઈ વાકાણી, અતિથિ વિશેષ ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ, અશોક ખાંટ, પૂર્વ આચાર્યશ્રી બિપીનભાઈ પંડ્યા, કેળવણી, મંડળ તારાપુરના પ્રમુખ દૃપેશભાઈ પટેલ, જેવી વિભૂતીઓએ હાજરી આપી હતી.
આ પ્રસંગે કલા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પરેશભાઈ સેવક એ મહેમાનોનો નો પરિચય આપી કલા શિક્ષક સંઘની વિવિધ પ્રવૃત્તિઓ અને સંઘની કામગીરીઓ વિશે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં 130 વિદ્યાર્થીઓ 100 શનિષ્ઠ ચિત્ર શિક્ષકો , 15 વિશિષ્ટ ચિત્ર શિક્ષક અને 25 નિવૃત્ત ચિત્ર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીધામના કલા શિક્ષક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરેલા બુજ્જી બાબુ ડોંગા (બાબુ સર ) ને કચ્છ જિલ્લામાં કલાક્ષેત્રે કરેલ સુંદર કામગીરી બદલ વિશિષ્ટ ચિત્ર શિક્ષક સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોર્ડન સ્કૂલની શિક્ષિકા પ્રિયા ડોંગા ને કચ્છ જિલ્લામાં સારી કામગીરી કરવા બદલ સનિષ્ટ ચિત્ર શિક્ષક સન્માન આપ્યું હતું. બંને કલાશિક્ષકો એ રાજ્યકક્ષાએ પોતાનું સન્માન ધરાવી કચ્છનું ગૌરવ વધાર્યું છે
આ કાર્યક્રમમાં રાજ્ય ના દરેક જિલ્લામાં થી વિદ્યાર્થી, વાલીઓ અને ચિત્ર શિક્ષકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.