Latest

ચૂંટણી તંત્રના અધિકારીઓની લાલ આંખઃ દાંતા વિધાનસભાના ભાજપ ઉમેદવાર લાઘુભાઇ પારઘીએ વિવાદાસ્પદ નિવેદન કરતા દાંતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

મતદારોને પ્રલોભન આપી ચૂંટણી આદર્શ આચારસંહિતાના ભંગ બદલ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૩(ખ) મુજબ ફરીયાદ દાખલ થઇ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી તા. ૫ ડિસેમ્બર-૨૦૨૨ના રોજ યોજાનાર છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને શાંત માહોલમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લાની ૧૦- દાંતા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘીએ તેમના મતવિસ્તારમાં તા.૨૬ નવેમ્બર-૨૦૨૨ના રોજ કણબીયાવાસમાં હાઇવે રોડની બાજુમાં બપોરના સમયે પ્રચાર દરમ્યાન નિવેદન કરેલ કે મારીબેન ઇંગ્લીશ દારૂ વેચતી હોય ને પકડે… કોઇ હવે ખુણામાં દારૂ નહીં વેચવાનો…. ટોપલામાં દારૂ વેચાવું જેવું નિવેદન કરી મતદારોને સીધી કે આડકરતી રીતે પ્રલોભન આપવાના ઉદ્દેશથી નિવેદન કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી ગુનો કરતા તેમની સામે દાંતા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી હર્ષાબેન રાવલે દાંતા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૧૭૧(બી) તથા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૩ (ખ) મુજબ ફરીયાદ નોંધાવી છે.

ભાજપના ઉમેદવારનું ઉપરોક્ત નિવેદન સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ૧૦- દાંતા ચૂંટણી અધિકારી અને  પ્રાંત અધિકારીશ્રી દાંતાએ વિડીયો સી.ડી. સાથે ફરીયાદ દાખલ કરવા હુકમ કરતા ભાજપના ઉમેદવાર લાધુભાઇ ચાંદાભાઇ પારઘી સામે ચૂંટણી આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ દાખલ થઇ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શક્તિપીઠ અંબાજીમા આજથી દેવી ભાગવત કથા શરૂ થઈ,14 તારીખ સુધી મંદીરનાં ચોકમા બપોરે ભક્તો કથા સાંભળી શકશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

યાત્રાધામ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે માતાજીના દર્શન કર્યા

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા…

1 of 371

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *