Latest

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાની મુલાકાલીધી વન ડે વન ડિસ્ટ્રીકટ અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે હાજરી આપી; વિવિધ યોજનાઓના જનતામાં પ્રચાર પ્રસાર અંગે રિવ્યુ લીધો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કોઈપણ રાજકીય પાર્ટી હોય સંગઠનને મજબૂત કરવા માટે કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા કાર્યકરોમાં જોશ પૂરવા રાજકીય પાર્ટીઓ મહેનત કરી રહી છે. ત્યારે આજે મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં.

અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રીકમલમ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા સંગઠનને મજબૂત કરવા માટે વન ડે વન ડિસ્ટ્રીકટ અંતર્ગત ઉપસ્થિત રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પ્રભારી મંત્રી બચુ ખાબડ સહિત તમામ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર ભાઈ-બહેનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીએ જિલ્લા ભાજપ કાર્યકરોનું અભિવાદન જિલ્યા બાદ કાર્યલય ખાતે ભાજપના જિલ્લા સ્તરના હોદ્દેદારો, તાલુકા સંગઠનના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના હોદ્દેદારો સદસ્યો સાથે સંવાદ શરૂ કર્યો હતો. મુખ્યમંત્રી દ્વારા જિલ્લા ભાજપ હોદ્દેદારોની બેઠકો બાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાના વિકાસ તેમજ સરકારની વિવિધ યોજનાઓના જનતામાં પ્રચાર પ્રસાર અંગે રિવ્યુ લીધો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *