શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રા અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમા આધ્ય શક્તિપીઠપીઠ તરીકે ઓળખાય છે ત્યારે આજે કર્ણાટક વિધાનસભાનું પરિણામ આવતા કોંગ્રેસ પાર્ટી મા ભારે ખુશી જોવા મળી હતી.
2023 ના વર્ષમાં હિમાચલ પ્રદેશમાં પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસે કર્ણાટકમાં પણ પૂર્ણ બહુમતી મેળવીને સરકાર બનાવવા તરફ જઈ રહી છે ત્યારે આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉત્સવનો મહાલ જોવા મળ્યો હતો ત્યારે અંબાજી ખાતે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટ ધરાવે છે જેમાં આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને 113 બહુમત કરતા વધારે136 સીટ મળી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 65 સીટ મળી હતી જ્યારે, જીડીએસને 19 સીટ મળી હતી અને 04 સીટ પર અન્ય વિજેતા થયા હતા.
આમ 2023 ના વર્ષમાં કોંગ્રેસ પાર્ટીએ સતત 2 રાજ્યમાં સરકાર બનાવતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે અને સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સવ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને મનાવી રહ્યા છે આજે અંબાજી કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એકાવન શક્તિપીઠ સર્કલ પર જયબજરંગ બલી અને જય શ્રી રામના નારા લગાવીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો
જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીને અડધી કરતા પણ ઓછી સીટો મળી છે. ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બીજા નંબર પર હતી ત્યારે આ વખતે ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ પાર્ટી નંબર વન પર જોવા મળી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી