Latest

રોકડ રૂ.૨૦,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી  ડો. રવિન્દ્ર પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૬/૧૦/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન આદપર રોડ ચુનાની ભાઠી હનુમાનજીના મંદીર પાસે ખુલ્લી જગ્યામા સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતાં હોવાની મળી આવેલ બાતમી આધારે રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસા વડે તીન પત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૨૦,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-

૧. ભરતભાઇ મનજીભાઇ વાઘેલા ઉ.વ.૩૪ રહે.આદપુર રોડ,ચુનાની ભાઠી, પાલીતાણા જી.ભાવનગર
૨. બુધાભાઇ બાબુભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે.આદપુર રોડ, ચુનાની ભાઠી, પાલીતાણા જી.ભાવનગર
૩. વિશ્નુભાઇ જીવરાજભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે.ભીલવાસ, તળાજા રોડ તા.પાલીતાણા જી.ભાવનગર

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા,હરીચંદ્દસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *