બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત તાલુકો તરીકે દાંતા તાલુકો ઓળખાય છે. દાંતા તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને હાલમાં આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય વર્ષોથી ચૂંટાઈ આવે છે પરંતુ અમુક વિસ્તારો હજુ સુધી વિકાસ થી વંચિત રહ્યા છે.
આજરોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર ગામે સી આર પાટીલની પેઝ કમિટીના સદસ્ય ગેમાભાઈ સોલંકીના ઘરે ગુજરાત સરકારના પેટ્રોલ કેમિકલ મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી. ગેમાભાઈ સોલંકી દ્વારા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી