Latest

સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કો ઓ બેન્ક ની ચૂંટણી માં માલપુર ની બેઠક પર પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ ના પુત્ર નિશ્ચલ પટેલ બિનહરીફ ચૂંટાયા

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા અરવલ્લી ના ખેડૂતો ની કામધેનુ કહેવાતી ધી સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કો ઓ બેન્ક લી ના ડિરેક્ટર ની પ્રતિષ્ઠા ભરી ચૂંટણી યોજાવાની છે ત્યારે આ મહત્વ ની ગણાતી માલપુર તાલુકા ની બેઠક માટે માલપુર બાયડ ના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ ના પુત્ર નિશ્ચલ પટેલે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે આજે તમામ ઉમેદવારો ના ફોર્મ ન8 ચકાસણી હતી જેમાં માલપુર ની બેઠક પર નિશ્ચલ પટેલ બિનહારીફ ચુટાઈ આવ્યા સાબરકાંઠા બેન્ક ની માલપુર બેઠક પર અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય અને સાબરકાંઠા બેન્ક ના એમડી રહી ચૂકેલા અને હાલ બિનહારીફ ચૂંટાયેલ ડિરેક્ટર નિશ્ચલ પટેલ ના પિતા ચૂંટાઈ આવતા હતા એજ બેઠક જસુભાઈ પટેલ નો પુત્ર બિનહારીફ થતા બેઠક જળવાઈ રહી છે ત્યારે નિશ્ચલ પટેલ ની બિનહારીફ વરણી થી સમગ્ર સહકારી આલામ માં ખુશી વ્યાપી છે

સાબરકાંઠા બેન્ક ની માલપુર બેઠક પૂર્વ ધારાસભ્ય અને જસુભાઈ પટેલ ના પિતા સ્વ શિવુભાઈ ડી પટેલ વખત થી એમના જ પરિવાર ના સદસ્યો ચૂંટાઈ આવે છે ત્યારે નિશ્ચલ પટેલ બિનહારીફ ચૂંટાઈ આવતા સમગ્ર માલપુર તાલુકા માં આનંદ ની લાગણી છવાઈ છે

નિશ્ચલ પટેલ ખૂબ યુવા અને ખંતીલા તેમજ કાર્યશીલ છે તેઓ માલપુર તાલુકા ની કામધેનુ ગણાતી એપીએમસી ના ચેરમેન પદે તેમજ માલપુર નાગરિક સહકારી બેન્ક માં પણ ડિરેક્ટર પદે બિનહારીફ ચૂંટાયેલ છે તેમજ માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ માં પણ ડિરેકટર તરીકે હાલ સેવા બજાવી રહ્યા છે ત્યારે તાલુકા ના વિકાસ અને સેવાકીય પ્રવૃત્તિ માં.સાબરકાંઠા બેન્ક બેન્ક ના ડિરેક્ટર તરીકે વધુ એક સંસ્થા નો ઉમેરો થયો છે ત્યારે માલપુર ની તમામ અગ્રણી સામાજિક સંસ્થાઓ દરેક સમાજ ના અગ્રણીઓ વેપારીઓ એ અભિનંદન પાઠવ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *