એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ): ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા તાલુકાના ધારાસભ્ય જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને શહેરા તાલુકાના ડોકવા ખાતે એ.જી.આર-૩ યોજના અંતર્ગત કૃષિમેળો યોજાયો હતો.
આ પ્રસંગે મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા ખેડુતોને “શ્રી અન્ન” એટલે કે મીલેટ પાકોનું મહત્વ, પ્રાકૃતિક કૃષિની જરૂરીયાત, ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ, સોઇલ હેલ્થકાર્ડનો મહત્તમ ઉપયોગ, નેનો યુરીયા અને નેનો ડીએપી દ્વારા રાસાયણિક ખાતરોના વધુ પડતાં બિનજરૂરી ઉપયોગ ટાળી ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અંગે, ટકાઉ ખેતી પદ્ધતિ, સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિ વગેરે જેવી મહત્વની બાબતો તેમજ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડુતોના રજીસ્ટ્રેશન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના બીજા ભાગમાં ખેતીવાડી વિભાગની સહાય યોજના અંતર્ગત ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી મંજુરી આપી એજીઆર-૫૦ યોજનાના ટ્રેકટર ઘટકમાં ખરીદી કરેલ ટ્રેકટર વેરીફીકેશન કેમ્પ કરવામાં આવ્યા હતાં.કાર્યક્રમની શરૂઆતમાં એમ.કે. ડાભી, મદદનીશ ખેતી નિયામક, પેટાવિભાગ, ગોધરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું અને શહેરા તાલુકાના વિસ્તરણ અધિકારી(ખેતી) બી.એમ.બારીઆ દ્વારા આભારવીધી કરવામાં આવી હતી.
આ તકે શહેરા તાલુકા પ્રમુખ પુંજીબેન હાજાભાઈ ચારણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ, તાલુકા વિકાસ અઘિકારી પી.કે. પટેલ, મામલતદાર, અગ્રણી જીગ્નેશ પાઠક,જિલ્લા તેમજ તાલુકા સદસ્યઓ, ગ્રામસેવકમિત્રો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ તથા બહેનો હાજર રહ્યાં હતા.