Latest

DGICG દ્વારા ગુજરાત પ્રદેશના બે ICGના એકમોની પ્રશંસા

ગુજરાત પ્રદેશના ભારતીય તટ રક્ષક જહાજને શ્રેષ્ઠ જહાજનું મળ્યું સન્માન

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ (ICG)ના 47મા રાઇઝિંગ ડેના ભાગ રૂપે, ભારતીય તટરક્ષક દળના મુખ્યાલયે સમગ્ર તટરક્ષક દળ માટે વિવિધ યુનિટને અપાયેલા પુરસ્કારોની જાહેરાત કરી છે. જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાં, પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ)ના બે એકમો એટલે કે, ભારતીય તટરક્ષક દળ જહાજ (ICGS) અરિંજય અને હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) ઓખાને સંબંધિત વર્ગમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે.

ઓખા ખાતે તૈનાત ICGS અરિંજય (ફાસ્ટ પેટ્રોલ જહાજ) વિવિધ કામગીરીમાં સામેલ છે, જેમાં તાજેતરમાં જ કરવામાં આવેલી જપ્તિ દરમિયાન પ્રથમ વખત રૂપિયા 300 કરોડના મૂલ્યનો 40 કિલો માદક દ્રવ્યો અને હથિયારો અને દારૂગોળો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જહાજે શંકાસ્પદ પાકિસ્તાની હોડીને હિંમતભેર પડકારી હતી અને સમુદ્રમાં વિપરિત પરિસ્થિતિ વચ્ચે પણ તે હોડીમાંથી 10 ક્રૂની ધરપકડ કરી હતી.

હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU)ને ઓપરેશનલ ચક્ર દરમિયાન પ્રદેશના ICG હોવરક્રાફ્ટના કાફલાને સક્રિય સમર્થન અને અસરકારક જાળવણી માટે સૌથી વધુ આવિષ્કારી ICG અફ્લોટ સપોર્ટ યુનિટ તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું છે.

દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક દ્વારા કમાન્ડિંગ ઓફિસરોને પુરસ્કારો એનાયત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *