Latest

ધારી-અમરેલી હાઈવે પર એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત

 

એમ્બ્યુલન્સ ચાલક સહિત ૩ ના મોત ૨ ની હાલત અતી ગંભીર-ધારી પંથકમાં શોકનુ મોજુ ફરી વળેલ

ધારીથી અમરેલી તરફ દરદીઓને લયને જતી ગાયત્રી ફાઉન્ડેશન ની એમ્બ્યુલન્સ અને મુંબઈ થી ધારી તરફ આવી રહેલ અનુકુલ ટ્રાવેલ્સ ની બસ વચ્ચે આજરોજ સવારે ૧૦:૦૦ કલાકની આસપાસ ધારીથી ત્રણ કીલોમીટર દુર ગોજારો અકસ્માત થયેલો હતો્ આ ગોઝારા અકસ્માત મા એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર મહેશભાઈ પ્રજાપતિ અને ખીચા ગામના દરદી એવા નિવૂત આર્મીમેન વિશાલભાઈ ધીરજલાલ જોશીનુ ધટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજેલ હતા.

જયારે આ અકસ્માતમાં ગંભીર રીતે ધાયલ થયેલા ત્રણ ઈજાગ્રસ્તોને અમરેલી રીફર કરવામાં આવેલા હતા જેમાંથી જીતુભાઇ રાજયગુરૂ નામના વધુ એક ઈજાગ્રસ્ત નુ અમરેલી ખાતે મોત નિપજતા મોતનો કુલ આંકડો ત્રણનો થયેલ છે જયારે બે ઈજાગ્રસ્તોની સારવાર અમરેલી ખાતે શરૂ છે.

ધારી અમરેલી હાઈવે પર જોરદાર અકસ્માત થયાની વાતની ખબર પડતાની સાથેજ મોટીસંખ્યામાં લોકો તેમજ સેવાભાવી નવયુવાનો ધટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયેલા હતા. ધારી શહેરની સામાજિક સેવાકીય સંસ્થા એવી ગાયત્રી ફાઉન્ડેશન ના આગેવાન હીતેશભાઈ જોશી, ભરતભાઈ શેઠ અને મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવરખાન દુર્રાની અને પરવેજભાઈ સુમરા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવેલા હતા અને ઈજાગ્રસ્તોને મદદરૂપ બનેલા હતા.

ધારી નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ ત્રણ આશાસ્પદ યુવાનો ના મોતની જાણ થતાની સાથે હીતેશભાઈ જોશી, ભરતભાઈ શેઠ, મુનાવરખાન દુર્રાની, પરવેજભાઈ સુમરા, ભરતભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, જીતુભાઇ જોશી તેમજ હીંદુ મુસ્લિમ સમાજના સેવાભાવી નવયુવાનો વગેરે તાત્કાલિક દોડી આવેલા હતા અને મોતને ભેટેલ નવયુવાનો ના પરીવારજનોને સાત્વના પાઠવેલી હતી

ગોઝારા અકસ્માત સમયે ૧૦૮ એકમાત્ર એમ્બ્યુલન્સ સેવા મળી જયારે બીજા ઈજાગ્રસ્તોની સહાય કરવા માટે મારૂતિવાન લયને જીજ્ઞેશ ભાઈ મહેતા નામનો સેવાભાવી યુવાન મદદરૂપ બનેલ હતો.જયારે એક ઈજાગ્રસ્ત ને ગંભીર ઈજાઓ જણાતા અમરેલી ખાતે રીફર કરવા સમયે ધારી સિવિલ હોસ્પિટલના ચોગાનમાં પડેલ બે એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર ન હોવાથી ઈજાગ્રસ્ત ને દસ મિનિટ સુધી સિવિલ હોસ્પિટલ ના દરવાજે સ્ટ્રેચર ઉપર સુવરાવવો પડેલ હતો.ત્યારે ત્યાં હાજર ભરતભાઈ મકવાણા અને શાહબાજ ખાન દુર્રાની એ આ અંગે ફરજ પરના ડોકટરને જાણ કરતા મહા મહેનતે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા થયેલી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *