Latest

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ સાધ્યો હતો. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ પણ કરાવ્યો હતો.

જેના ભાગરૂપે વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્યકક્ષાના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મંત્રીના હસ્તે આદિવાસી વિસ્તારમાં રસ્તા, ચેકડેમ, કોઝવે, આંગણવાડી, મલ્ટીપર્પઝ સેન્ટર અને આવાસ સહિત રૂ. ૫૨.૭૬ કરોડના ૯૧૬ કામોનું ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિની શુભકામનાઓ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રનું સુકાન સાંભળ્યા બાદ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. આત્મીયતા અને પારિવારિક ભાવનાથી સમગ્ર દેશ ચાલી રહ્યો હોવાની અનુભૂતિ આજે જન જનને થઈ રહી છે.

કેન્સર, હૃદય રોગ કે કિડની સહિતના જીવલેણ રોગથી ઘરના મોભીનો દીવો ન બુઝાય તે માટે વડાપ્રધાનએ સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ યોજના લાગુ કરી છે, ગુજરાતમાં તો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રૂ.૧૦ લાખની સહાય મળે છે. એક એક પરિવાર માટે સરકાર સંવેદનશીલ છે. પહેલાના સમયમાં માત્ર ગરીબી નાબૂદ કરવાની વાતો થતી હતી પરંતુ વડાપ્રધાનએ નાડ પારખી.

ગરીબ પરિવારે ક્યારેય કલ્પના ન કરી હતી કે, અમારું પાકું મકાન બનશે પરંતુ મોદીજીએ આવાસ અને ટોયલેટ સહિતના સુવિધાસભર આવાસ બનાવી આપ્યા. મોદીના એક વિચારથી ગરીબોના જીવન પુલકિત થયા છે.

જનધન યોજનાનો ઉલ્લેખ કરી મંત્રીએ વધુમાં કહ્યું કે, બેંકમાં ખાતા ખોલાવી આપ્યા બાદ આજે દરેક યોજનાની સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થતા વચેટિયા નાબૂદ થયા છે. દેશના ૧૨ કરોડ ખેડૂત ખાતેદારોના બેંક ખાતામાં રૂ.૬૦૦૦નો હપ્તો જમા થાય છે. દેશની પ્રજાએ ક્યારેય આવું સ્વચ્છ અને સુઘડ શાસન જોયું ન હતું. આ જ ગૌરવ છે, આ જ સન્માન છે.

મંત્રીએ આદિવાસી સમાજના લાભાર્થીઓને અનુરોધ કરતા કહ્યું કે, જે પણ વ્યક્તિ આયુષ્યમાન કાર્ડ, આવાસ યોજનાથી વંચિત હોય તો ફોર્મ ભરી સરકારની અનેક યોજનાનો લાભ લઇ દેશની વિકાસયાત્રામાં જોડાઈ શકે છે. કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે સરકાર જાગૃત છે. કોરોના કાળમાં નિઃશુલ્ક અનાજ આપી સરકારે સંવેદનશીલ અભિગમનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

કલા અને સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, દરેક સમાજ, દરેક સમુદાયની ઓળખ તે સમાજની કલા અને સંસ્કૃતિથી થાય છે. આજે અહીં આદિવાસી નૃત્ય જોઈને આનંદ થયો છે, આપણી કલા હંમેશા જીવંત રહેવી જોઈએ.

દરેક ભારતીય ગૌરવ લઈ શકે તેવી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલમાં મૂકી હોવાનું મંત્રીએ જણાવી વધુમાં કહ્યું કે, ખેલમહાકુંભની પહેલ મોદીજીએ કરાવી હતી, જો ખેલમહાકુંભ ન હોત તો આજે સરિતા ગાયકવાડનું ટેલેન્ટ વિશ્વએ જોયું ન હોત. દેશને ગોલ્ડ મેડલ મળ્યો ન હોત.

પારદર્શક વહિવટ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જનહિતના વિકાસ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, ગરીબોના ઉત્થાન માટે બાળકના જન્મથી લઈને શિક્ષણ સહિતની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
મંત્રીએ ઉપસ્થિત સૌને ‘‘રાષ્ટ્ર પહેલા, પછી હું’’ નો વિચાર કરવાનો મંત્ર આપ્યો હતો. પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરી મંત્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી થતી ખેત પેદાશોના શ્રેષ્ઠ દામ ખેડૂતોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ઓક્શન પધ્ધતિ પણ અમલમાં મુકવામાં આવનાર છે.

મંત્રીએ મોદીજીના વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતના સંકલ્પને સિધ્ધ કરવા માટે સૌને આહવાન કર્યુ હતું.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આગામી પાંચ વર્ષમાં સરકાર આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ કામો પૂર્ણ કરશે એવુ જણાવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ૨૬૦ જેટલી યોજના અમલમાં હોવાનું જણાવ્યું હતું.

આ અવસરે મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. બિહારના જમુઈથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ ઉત્કર્ષ સાધનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ મહાલા, જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, નાયબ વન સરંક્ષક (ઉત્તર) નિશા રાજ, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાં, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર એ.કે.કલસરીયા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને સંગઠનના અગ્રણી ગણેશ બિરારી સહિત અધિકારીઓ- કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *