સંજીવ રાજપૂત અમદાવાદ: ભારતીય ત્રણેય સેનાના આધુનિક હથિયારો, ઉત્પાદનોનું સંરક્ષણ માટેનું એશિયાનું સૌથી મોટો ડિફેન્સ એક્સપો 2022 નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું જેના અંતિમ ચરણમાં 2 દિવસ આ શો પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેના જ ભાગરૂપે લોકો માટે 2 દિવસની શિપ વિઝિટ માટેનું પણ આયોજન નેવી તેમજ ભારતીય તટ રક્ષક દળ દવારા પોરબંદર જેટ્ટી ખાતે કરવામાં આવ્યું છે
જેમાં ભારતીય તટ રક્ષક જહાજ સજગ અને સાર્થક ને દરિયા કિનારે લાંગરવામાં આવ્યા છે અને લોકો તેમજ બાળકો ઉત્સાહપૂર્વક આ ભારતીય સેનાના જહાજના કર્યો તેમજ અંદરથી જોવા માટે ઉમટી પડ્યા હતા. આવો ભારતીય કોસ્ટ ગાર્ડની આનબાન શાન ગણાતા જહાજ સજગના કાર્યની રોચક વાત જાણીએ..
ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમિ લાંબો છે અને દુશ્મન દેશ અને સીમા પરના ઘુષણખોરો ભારતની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે ત્યારે દુશ્મનોને દરિયાની વચ્ચે ધૂળ ચટાડવા માટે ભારતીય નેવી તેમજ ભારતીય તટ રક્ષક દળ ખડે પગે તત્પર રહેતું હોય છે. ત્યારે ભારતીય તટ રક્ષકનું ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત પૂર્ણ સ્વદેશી જહાજ સજાગ છે તે તેના નામને અનુરૂપ જ દુશ્મનોના દાંત ખાટા કરવા માટે સજ્જ છે.
દિવસ હોય કે રાત તે દરિયામાં દુશ્મન અને ઘૂસણખોરી અટકાવવા બાજ નજર રાખતું હોય છે. તેમાં ફિટ કરવામાં આવેલ આધુનિક શસ્ત્રોમાંથી નીકળતી અગ્નિ જવાળાઓ દુશ્મનનો ખાત્મો બોલાવવામાં માહિર છે. પોરબંદર દરિયા કિનારે ઘૂસણખોરી કરવા મોકાનું કેન્દ્ર ગણાય જેના લીધે સૌથી વધુ કોસ્ટ ગાર્ડના જવાનો ત્યાં દરિયાની વચ્ચે પોતાની ફરજ બજાવે છે.
દરિયામાં માછીમારી કરવા જતાં માછીમારોને બચાવવાનું કાર્ય, દરિયામાં બહારથી આવતા વહાણમાંથી તેલ વહી જાય અને તે પ્રદુષણ રૂપે લોકો અને દરિયાઈ જીવોને ખતરો સાબિત ન થાય તેને રોકવાનું કાર્ય, ઘુષણખોરોને અટકાવવાનું કાર્ય, માફિયાઓ ને દાણચોરી કરતા અટકાવવાનું કાર્ય, સર્ચ અને રેસ્ક્યુ તેમજ અન્ય ભારત દેશને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કોસ્ટ ગાર્ડના આ જહાજો કરે છે. આ ઉપરાંત અન્ય નાના જહાજો 365 દિવસ સજાગ રહી દેશની સેવા કરતા નજરે પડે છે. રાત હોય કે દિવસ ઠંડી હોય કે ગરમી રાત દિવસ 24 કલાક 365 દિવસ તેઓ પોતાની ફરજ સતર્કતા અને સજાગ રહી નિભાવે છે.
સજગને પોતાના દ્વારા નિયંત્રણ કરતા કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનોની વાત કરીએ તો વિવિધ અધિકારીઓ વિવિધ તબક્કામાં આ જહાજનું સંચાલન અને નિયંત્રણ કરે છે.
તમામ કર્યો માટે તમામ કોસ્ટ ગાર્ડના જવાનો રાત દિવસ ખડે પગે સજ્જ રહેતા હોય છે. પછી એ કેબિનમાંથી જહાજનું નિયમન કરતા અધિકારી હોય કે પછી 75 એમ એમ ની આટોમેટિક ગનને નિયંત્રણ કરતા જવાનો કે પછી જહાજના તમામ પાર્ટનું નિયંત્રણ કે નિરીક્ષણ કરતા એન્જીનીયર અધિકારી હોય.કે જહાજનું નેવિગેશન કરતા અધિકારી. સર્વે એક સહકારે સંગઠન સાથે સજ્જ બની આખા જહાજની વિશેષ સંભાળ દેખરેખ રાખતા હોય છે.
દરિયાઈ સીમમાં દુશ્મનો સાથે કેવી રીતે ઓપરેશનને અંજામ આપવામાં આવે છે તેનો ડેમો પણ અહીં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય તટ રક્ષક સાથે સલગ્ન તમામ મોટા અને નાના જહાજો, વિમાનો દ્વારા દુશ્મનોને કઈ રીતે માત આપવામાં આવે છે અને કઈ રીતે રેસ્ક્યુ કે સર્ચ કરવામાં આવે છે તે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ભારતની દરિયાઈ સીમા ભારતીય તટ રક્ષક દળના હાથમાં છે જેના લીધે આપણો દરિયાઈ કિનારો પૂર્ણ સુરક્ષિત રહે છે અને તમામ દુશ્મનની ગતિવિધિઓને નાકામ કરે છે.
વ્યમ રક્ષામ ઍટલે કે અમે રક્ષા કરીએ છે એ મોટો ને અનુરૂપ પૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે ભારતીય તટ રક્ષક દળ. જેને જોતા ભારત દેશ દરિયાઈ સીમમાં ઘૂસણખોરી કરતા લોકો સામે નિશ્ચિન્ત છે. પોતાના પરિવારથી દૂર રહી 24 કલાક ભારત માતાની સેવા કાજે તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશ અને દેશના લોકોની સુરક્ષાની જવાબદારી સંભાળે છે જેના માટે પ્રત્યેક નાગરિકને ગર્વ છે અને સલામ છે ભારતીય તટ રક્ષકના આ અધિકારીઓ અને તેમના જાંબાઝ જવાનોને.