Latest

અંબાજી મંદિરમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી શ્રી પી. એન. માળીએ રૂ. 2,18,400/- નો ચેક અર્પણ કર્યો

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને મંત્રીશ્રી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચો શ્રી પી. એન. માળીએ રૂ. 2,18,400/- નો ચેક અર્પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પી. એન. માળી એ અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન રીક્ષા ચાલકોને ગણવેશ પેટે આ રકમનો ચેક મંદિરને એનાયત કર્યો છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સતત સાત દિવસ દરમિયાન 150 રીક્ષાઓ મારફત 75 હજારથી વધારે લોકોને એમની સેવાનો લાભ લીધો હતો. કામાક્ષી મંદિર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી અંબાજી મંદિર સુધી સિનિયર સિટીજનો, દિવ્યાંગજનો અને બાળકોને સેવા પુરી પાડી હતી. શ્રી પી.એન. માળીની આ સેવાઓને બિરદાવી કલેકટરશ્રીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *