જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરના આંગણે સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ.જેમાં વિવિધ જિલ્લાના ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું હતુ.
આ ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લામાંથી ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો. સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી.કાર્યક્રમના ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી તથા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર જાનકી મોટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ડો.નિધીબેન કાનાણી તથા ડો.પાર્થભાઈ કાનાણી હસ્તે ખેલાડીઓને રોકડ પુરસ્કાર, સિલ્ડ અને મેડલ એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ડીકેવી કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો.પરેશ બાણુગરિયા, ડો.કમલેશભાઈ વિસાણી, કમલેશભાઈ શુક્લ, ડો.મેહુલભાઈ બારાઈ, ગીરીશભાઈ અમેથિયા, દયાળજીભાઈ ભારદીયા, કિશોરભાઈ મજીઠીયા, કમલેશભાઈ સંઘાણી સુરક્ષા સેતુ સોસાયટીના હરેશ રંગપરા, રામજીભાઈ સાખંટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર આયોજનને સફળ બનાવવા જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા જીનીયસ ચેસ કલબના ફાઉન્ડર શ્રીમતી ક્રિષ્નાબેન ઠક્કર તથા વિશાલભાઈ પોપટ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.