ભાવનગરના ચિતરંજન ચોક વિદ્યાનગર ખાતેથી નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.
જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની દેખરેખ હેઠળ આ રેલી યોજવામાં આવી જેમા એલ.આર.વળિયા આર્ટસ અને પી.આર.મહેતા,કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટના વિદ્યાર્થીઓ,ખીલ. બહેરા મુંગા શાળા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમાજના માદક દ્રવ્યોથી લોકોને દુર રાખવા માટે જાગૃતિ આવે તે હેતુ માટે રેલી યોજાઇ હતી.જેમાં કુલ-૭૦૦ બાળકો દ્વારા ત્રણ રૂટમાં રેલી દ્વારા વિવિધ વિસ્તારમાં ફેરી કરી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજ સુરક્ષા અધિકારી ભગીરથસિંહ ચુડાસમા,કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર હર્ષવર્ધન મૌર્ય,બાળ સુરક્ષા અધિકારી એન.બી. ચૌહાણ,અંધ ઉદ્યોગા શાળાના આચાર્ય શ્રી ગોહિલ,વળીયા કોલેજના આચાર્ય ડો.દિલીપ સોંડાણી,ખીલ.બહેરા મુંગા શાળાના આચાર્ય કો.ધવલભાઇ અને તમામ સ્ટાફની ઉપસ્થિત રહીને સફળ બનાવી હતી.