અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય જળસીમામાંથી કિં. રૂ. ૧૮૦૦ કરોડનો ૩૧૧ પેકેટ્સ માદક પદાર્થનો જથ્થો પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવાયો છે.
ગુજરાત રાજ્યમાં આતંકવાદ અને કોઇ પણ પ્રકારની ઘુસણખોરી તથા નાર્કોટીક્સની બદી સંપૂર્ણપણે નેસ્તોનાબૂદ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે જે અન્વયે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગુજરાત રાજ્યમાં કોઇ પણ પ્રકારની આતંકવાદી ઘટના ન બને તથા ગુજરાત રાજ્યના ૧૬૦૦ કિ.મી. જેટલા સંવેદનશીલ દરિયાઇ માર્ગે કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન થાય તે અંગે સતત તકેદારી રાખવામાં આવેલ છે. ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન પ્રેરિત નાર્કોટિક્સ સિન્ડીકેટનો નિશાનો ન બને તે માટે ગુજરાત એ.ટી.એસ, કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજેન્સીઓ કટિબદ્ધ છે.
ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. પટેલનાઓને તા.૧૦/૦૪/૨૦૨૫ ના કલાક ૧૦/૩૦ વાગ્યે ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ છે કે, “પાકિસ્તાનના ફીદા નામના ડ્રગ્સ માફિયાનો આશરે ૪૦૦ કિલો જેટલો ગેર કાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકીસ્તાનની ફીશીંગ બોટમાં ભરી તા.૧૨/૦૪/૨૦૨૫ ના રાતના કલાક ૨૦/૦૦ થી તા.૧૩/૦૪/૨૦૨૫ ના સવાર કલાક ૦૪/૦૦ દરમ્યાન પોરબંદરના IMBL નજીક ભારતીય જળ સીમામાં આવનાર છે અને ચેનલ નંબર ૪૮ ઉપર પોતાની કોલ સાઇન ‘રમીઝ’ ના નામથી તામિલનાડુ બાજુની કોઇ બોટને ‘સાદિક’ ના નામે બોલાવી તેને આપનાર છે અને તે માદક પદાર્થનો જથ્થો તામિલનાડુ ખાતે લઇ જનાર છે. એટીએસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.