કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ડુઘરવાડા ગામ માં શ્રી ડુઘરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી કો.બે.પટેલ પુસ્તકાલય નું નવિન મકાન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ પુસ્તકાલય ૪૫ વર્ષ પહેલાં ગામના વિકાસશીલ અને દિર્ગદ્રષ્ટી વાળા મહાપુરુષ સ્વ.કોદરભાઇ બેચરભાઈ પટેલે ગામમાં શિક્ષણ રોડ અને વીજળી જેવી સુવિધાઓ તથા સામાજિક વિકાસ કાર્યકર અને સરપંચ તરીકે સેવા આપી હતી
જેમનું સપનું પૂરું કરવા તેમના સુપુત્રો શ્રી ભીખાભાઈ પટેલ સ્વ.જયંતીભાઈ પટેલ અને સ્વ.વિનુભાઈ પટેલે પુસ્તકાલય બનાવી કેળવણી મંડળ ને સુપ્રત કર્યું હતું જે સમય જતાં જર્જરિત હાલતમાં હતું જેનું રીનોવેશન કરી કાર્યરત કરવા કેળવણી મંડળ ના હોદ્દેદારો એ સ્વ કોદરભાઇ બેચરભાઈ પટેલ ના ભાણેજ શ્રી કાન્તીભાઈ હીરાભાઈ પટેલ ને પ્રસ્તાવ મૂક્યો હતો જે મામા નું રુણ અદા કરવાની ભાવના સાથે રુપિયા ૩૧૧૦૦૦/- નું માતબર દાન આપ્યું હતું
તભીખાભાઇ પટેલ રૂપિયા ૩૧૦૦૦/- તથા સ્વ વિનુભાઈ પટેલ ના સુપુત્ર શ્રી કૃણાલભાઇ ૧૧૧૧૧/- રુપિયા નું દાન આપ્યું હતું …. આ શુભ અવસરે નિયામક શ્રી ગ્રંથાલય ડૉ પંકજભાઈ ગોસ્વામી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ગુજરાત રાજ્ય તેમજ ભારત સરકાર ની યોજના હેઠળ મળતા લાભ આપવાની જાહેરાત કરી હતી…
જેમાં રુપિયા એક લાખ ના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તથા જીવન ઉપયોગી પુસ્તકો આપવા તથા અધ્ધતન કોમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી બનાવવા ૨૫ લાખ રૂપિયા સુધીની જાહેરાતો કરી નિયામકશ્રી ની કચેરી થી પુરો સહયોગ આપવાની ખાત્રી આપી હતી… સાથે મદ.નિયામકશ્રી આર.ડી.પરમાર તથા ગ્રંથપાલ ઇશ્વરભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા…
આજના શુભ અવસર ને દિપાવવા દાતાશ્રી ના પરીવાર ના સભ્યો જિગ્નેશભાઇ રાહુલભાઈ કૃણાલભાઇ અનિલભાઈ કલ્પેશભાઈ લલિતાબેન તથા પ્રવેશદ્વાર ના દાતાશ્રી મિનેષભાઇ તથા પરીવાર હાજર રહ્યા હતા…
કાર્યક્રમ ને સફળ બનાવવા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ પટેલ તથા કારોબારી સભ્યો તથા સંસ્થા ના વિકાસ માં ફાળો આપનાર પુર્વ હોદ્દેદારો રમેશભાઈ બી. પટેલ ડાહ્યાભાઈ ડી. પટેલ ભીખાભાઈ શા. પટેલ બિહારીભાઇ પંડ્યા તથા કેમ્પસ ડાયરેકટર ચિમનભાઈ પટેલ સરપંચ શ્રી મહેશભાઈ ભરવાડ તથા ગ્રામજનો અને આચાર્ય શ્રી ચેતનભાઈ પટેલ તથા શાળા પરિવાર વિધાર્થી ભાઇ બહેનો હાજર રહ્યા હતા…
પ્રમુખ શ્રીએ સ્વાગત પ્રવચન કરી મંત્રી શ્રી આચાર્ય શ્રી કા.સભ્ય અંબાલાલ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવો એ પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કર્યું હતું…
કાર્યક્રમ નું સંચાલન શિક્ષકશ્રી ચિરાગભાઈ પટેલ તથા પ્રફુલભાઈ પટેલે કર્યું હતું સાથે જિતેન્દ્ર ભાટીયા કીરીટભાઇ પટેલ તથા ભાનુબેન અને દિવ્યાબેને સહકાર આપ્યો હતો… અંતમાં અમૃતભાઈ નાયીએ ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનો નો આભાર માની કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો