Latest

ઈ-શ્રમ રજીસ્ટ્રેશન લક્ષ્યાંકને લઈ જામનગર કમિશનરની અધ્યક્ષતામાં ખાસ રીવ્યુ બેઠક યોજાઇ

જામનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારની અલગ અલગ યોજનાઓ નો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે 100 દિવસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં જામનગર જિલ્લાને ઈ – શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે 91962 નો લક્ષ્યાંક આપેલ છે જે અન્વયે જામનગર શહેરમાં આ કામગીરી અસરકારક અને સમયસર પૂર્ણ કરી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે એક ખાસ રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં લેબર ઓફિસર ડી. ડી. રામી , બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક ગઢવી, કોમન સર્વિસ સેન્ટરના જિલ્લા મેનેજર નિકુંજભાઈ અને જામનગર મહાનગરપાલિકા ની જુદી જુદી શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત કામદારો ને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે ઈ- શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન માટે તાત્કાલિક ધોરણે જામનગર મહાનગર પાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે તથા ટાઉનહોલ મા આધાર કાર્ડ સેન્ટર ની સાથે ઈ-શ્રમ રજીસ્ટ્રેશન પણ શરૂ કરવા માટે યૂસીડીના ઈ.ચા.પોજેકટ ઓફિસરશ્રી ને માન.કમિશનર શ્રી એ સૂચના આપેલ છે જે અન્વયે સિવીલ શાખા અને CSC ના સહયોગ થી તા-2/2/23 થી ઈ-શ્રમ રજીસ્ટ્રેશન ડેસ્ક શરૂ થનાર છે અને આગામી સમયમાં સિવિક સેન્ટરસ પર પણ ઈ-શ્રમ રજીસ્ટ્રેશન શરૂ કરવાનુ આયોજન હોય આથી સમગ્ર શહેરમાં ઈ- શ્રમ કાર્ડ ઘર ઘર સુધી શ્રમિકોને પહોઁચી શકે તે રીતે એક્શન પ્લાન બનાવવા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

આ યોજના મા ઉંમર વર્ષ 16 થી 60 વર્ષ સુધીની હોય અને જે લોકો આવકવેરા પાત્ર આવક ના ધરાવતા હોય તેમ જ જેમને પી.એફ. નો લાભ મળવા પાત્ર ના હોય તેવા તમામ શહેરના બાંધકામ શ્રમિકો, ખેતમજૂરો, હંગામી ધોરણે ફરજ પરના સફાઈ કર્મચારીશ્રીઓ, શહેરી શેરી ફેરીયાઓ, ઘરકામ કરતા બહેનો,સ્વ સહાય જૂથ ના બહેનો ઈ- શ્રમ કાર્ડ ની નોંધણી કરાવી શકે છે જેમાં શ્રમિકોએ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેન્ક પાસબુક સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.

આ ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન થી કાર્ડધારકના આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતા ના કિસ્સામાં રૂ. 2 લાખની સહાય અને આંશિક અપંગતા ના કિસ્સામા રૂ.1 લાખ સુધીની સહાય મળી શકે છે તેમ આ મીટિંગમા ઉપસ્થિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી ડી .ડી.રામીએ જણાવેલ હોય આ ઈ-શ્રમ યોજનાનો વઘુ મા વધુ લોકો લાભ લે એવી નમ્ર અપીલ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *