Latest

શિક્ષણ સર્વોપરી: લગ્નની ઉજવણી છોડી જામનગરમાં ડિગ્રી લેવા પહોંચ્યા સુરતના ડોક્ટર દંપતી

જામનગર ખાતે યોજાયેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 29 મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે નવવધૂ ડૉ. મેહઝબીન શેખે ડીગ્રી મેળવી

જામનગર, સંજીવ રાજપૂત: સુરતની નવવધૂ ડૉ. મેહઝબીન જલાલુદ્દીન શેખે શિક્ષણ પ્રત્યેનું અનોખું સમર્પણ દર્શાવ્યું છે. વલસાડની આર.એમ.ડી. આયુર્વેદ કોલેજમાંથી બીએએમએસની ડિગ્રી મેળવનાર ડૉ. મેહઝબીનના લગ્ન સુરતના ડૉ. ઈરફાન ઈમરાન મુલ્લા સાથે તાજેતરમાં સંપન્ન થયા. 20મી એપ્રિલની રાત્રે સુરતમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું, જ્યારે 21મી એપ્રિલની સવારે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ હતો.

પોતાના લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ પદવીદાન સમારોહની તારીખ આવતા, ડૉ. મેહઝબીન અને તેમના પતિ ડૉ. ઈરફાને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. તેમણે પોતાના જ લગ્નના રિસેપ્શન અને ઘરે આવેલા મહેમાનોને છોડીને જામનગર જવા માટે ટ્રેન પકડી. આખી રાતનો પ્રવાસ ખેડીને તેઓ જામનગર પહોંચ્યા અને ત્યાં રાજ્યપાલના હસ્તે ડૉ. મેહઝબીન શેખે તેમની ડોક્ટર ઓફ આયુર્વેદની ડિગ્રી પ્રાપ્ત કરી. ડિગ્રી મેળવ્યા બાદ આ દંપતી તરત જ સુરત પરત ફર્યું હતું.

ડૉ. મેહઝબીન અને ડૉ. ઈરફાન મુલ્લાએ શિક્ષણ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને આદરનું ઉત્તમ ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે.જ્યાં શિક્ષણનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું જોવા મળે છે, ત્યાં આ દંપતીએ એક નવી રાહ ચીંધી છે. તેમનું આ કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર્જાનો અનોખો સમન્વય

​આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે,…

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *