અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. વર્ષ 2019 માં ઇલેક્ટ્રિક એન્જીન ના મેન્ટનન્સ ની શરૂઆત કર્યા પછી, વટવા શેડે સતત પ્રગતિ કરી છે
અને હવે તેમની સખત મહેનત અને સમર્પણના પરિણામે તેઓએ પ્રથમ થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકો નંબર 41532 WAG9HC નું TOH (ટોટલ ઓવર હોલિંગ) મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. 22 જાન્યુઆરી 2025 ના રોજ, મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ ઇલેક્ટ્રિક લોકો નં. 41532 ને લીલી ઝંડી આપીને ભારતીય રેલ્વે સેવાને સમર્પિત કરવામાં આવ્યું.
આ પ્રસંગે, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર વટવા, એસ.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવાએ ખૂબ જ ટૂંકા ગાળામાં પશ્ચિમ રેલવેમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સના જાળવણી ક્ષેત્રે એક અલગ ઓળખ બનાવી છે. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ વટવા શેડના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પ્રશંસાને પાત્ર છે. શ્રી ગુપ્તાએ વધુમાં માહિતી આપી હતી કે હાલમાં વટવા શેડમાં ૫૦ પરંપરાગત ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ૮૮ થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવનું નિયમિત જાળવણી કાર્ય ચાલી રહ્યું છે.
અગાઉ થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવના ટીઓએચ અને આઈઓએચ (ઇન્ટરમીડિયેટ ઓવર હોલિંગ) શેડ્યૂલનો અનુભવ પહેલા હતો નહિ,તેમ છતાં શેડના કર્મચારીઓએ તેમની સંપૂર્ણ મહેનત, સમર્પણ અને ક્ષમતા સાથે પ્રથમ થ્રી ફેઝ ઇલેક્ટ્રિક લોકોમોટિવ નંબર 41532 WAG9HC નું TOH મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું . આ સફળતાના પરિણામે, પશ્ચિમ રેલવે માં વટવા શેડે તેના નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
હાલમાં, લોકો શેડમાં ઇલેક્ટ્રિક લોકો જાળવણી માટે માળખાગત સુવિધા વિકસાવવા માટે ઘણા મહત્વપૂર્ણ મોડ્યુલો પર કામ ચાલી રહ્યું છે, જેનાથી આવનારા સમય માં વધુ સારી સેવાઓ પૂરી પડી શકાશે.