Latest

સોજીત્રા વિધાનસભા ના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પુનમભાઇ પરમાર નું પંચાયતી પતન

તારાપુરના સરપંચપદેથી પુનમભાઇ પરમારને ડીડીઓ દ્વારા કરાયા સસ્પેન્ડ

તારાપુરના ધવલભાઇ બ્રહ્મભટ્ટે કરેલ અરજીના પગલે કર્મચારીની નિમણૂંક, પંચાયત સિવાયના વાહનોમાં ડિઝલ ભરાવવું, ગૌચરમાં ખેતી પાક સહિતના આરોપ અંગે તપાસ હાથ ધરાઇ હતી

ટીડીઓ તારાપુરના અહેવાલમાં સરપંચ પુનમભાઇ પરમાર વિરુદ્વ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરવા સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરાયો હતો

તારાપુર ગ્રામ પંચાયતના સરપંચ પુનમભાઈ પરમારને આજે જિલ્લા વિકાસ અધિકારી, આણંદ દ્વારા સરપંચપદેથી સસ્પેન્ડ કરતો હૂકમ કરવામાં આવ્યો છે. સરપંચ વિરુદ્ધ હિસાબી-વહીવટી ગેરરીતિ સહિતના ભ્રષ્ટાચાર અંગે થયેલ અરજી સંદર્ભે ટીડીઓ, તારાપુર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેઓના અહેવાલમાં સરપંચ વિરુદ્ધ પંચાયત અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરાયો હતો. જેથી ડીડીઓ, આણંદ દ્વારા સરપંચને કારણદર્શક નોટિસ અને સુનાવણીમાં સાંભળ્યા બાદ આજે સસ્પેન્ડનો હૂકમ કર્યો હતો.

વર્ષ ૨૦૨૧માં તારાપુર ગ્રામ પંચાયતના સરપંચપદે પુનમભાઈ પરમાર ચૂંટાયા હતા. જેઓની કામગીરીમાં ગેરરીતિ, ગરબડ અને અંગત આર્થિક ફાયદા કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ૯ જાન્યુ.૨૦૨૪ના રોજ તારાપુરના ધવલભાઈ બ્રહ્મભટ્ટે ડીડીઓ, આણંદને લેખિત રજૂઆત કરી હતી. જેથી આ મામલે ડીડીઓ દ્વારા તારાપુર ટીડીઓને તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવાયું હતું. ગત ૧૨ ફેબ્રુ.૨૦૨૪ના રોજ ટીડીઓ, તારાપુર દ્વારા ડીડીઓ,

આણંદને અહેવાલ સોંપાયો હતો. જેના પગલે ગત ૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સરપંચ પુનમભાઈ પરમાર, અરજદાર ધવલભાઈ બ્રહ્મભટ્ટ, ટીડીઓ તારાપુર, તલાટી હાજર રહ્યા હતા. જો કે પુનમભાઈએ વકીલ રોકવા માટે મુદ્દતની માંગણી કરતા તા. ૫ માર્ચે પુનઃસુનાવણી યોજાઈ હતી. જેમાં સરપંચ અને તેઓના વકીલ દ્વારા ોપ મોખિક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કેસ ઠરાવ પર લઈને સરપંચને કારણદર્શક નોટિસ

તારાપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સવિતાબેન કનુભાઇ પરમાર સામે પણ અરજદાર ધવલભાઇ બ્રહ્મભટ્ટે હિસાબી ગોટાળા,વહીવટી ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. જેની ટીડીઓ, તારાપુર દ્વારા તપાસ કરીને ડીડીઓ,આણંદને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં ડે.સરપંચ સવિતાબેન પરમારને નોટિસ પાઠવીને સુનાવણી યોજાઇ હતી. જેમાં તેઓએ આક્ષેપો સામે લેખિત ખુલાસો રજૂ કર્યો હતો.

જેમાં ડીડીઓએ ધ્યાને લીધું હતું કે, ઉપસરપંચના પતિની ગાડીનો ઉપયોગ પુત્ર નિકુંજભાઈ પરમાર કરે છે. જેઓનું ર૭૭૦ રુ. અને ર૭૭૧ રુ.ના બીલના આક્ષેપને સમર્થન મળે

આપવામાં આવી હતી.

અરજદાર તરફે કરાયેલા આફ  ોપોના સરપંચે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, તેઓએ ચાર્જ સંભાળ્યો તે અગાઉના વર્ષોની ગ્રામ પંચાયતમાં કર્મચારીઓની નિમણૂંક છે. જયારે વીસીઈ સમયસર હાજર ન રહેતા ગ્રામજનોને અગવડ ન પડે તે હેતુથી અ અર્જુનસિંહ પરમ પરમારને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે રાખેલ છે અને વિજય પરમારને લેબર કોર્ટના હુકમના આધારે રાખેલ છે. જયારે એક જ મિલકતના બે આકારણી મામલે કમ્પ્યુટર ઓપરેટરની ભુલના નામે ચાલુ રહ્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. આમ, જુદા જુદા ૨૧ આક્ષેપોનો સરપંચ દ્વારા ખુલાસો કરાયો હતો.

જો કે સુનાવણી પૂર્ણ થયા બાદ ડીડીઓએ મૌખિક-લેખિત રજૂઆતને અવલોકનમાં લઈને નોંધ્યું હતું કે, વીસીઈની નિમણૂંક હોવા છતા ગ્રામ પંચાયત કક્ષાએ મંજૂર ન થયેલ હોય તેવા મહેકમ પર સક્ષમ મંજૂરી લીધા વિના કેપંચાયતની બોડીને વિશ્વાસમાં લીધા વિના કે ઠરાવ વિના નિમણૂંક કરીને સત્તાનો દૂરપયોગ કર્યો છે. ઉપરાંત પંચાયતમાં ૭ કર્મચારીઓની સક્ષમ કક્ષાએથી મંજૂરી વિના ગેરકાયદે નિમણૂંક કરીને પંચાયતના સ્વભંડોળમાં ખર્ચનું આર્થિક નુકસાન કર્યું છે. વધુમાં સરપંચ દ્વારા ગ્રામ પંચાયતની માલિકીના ન હોય તેવા પોતાના અને કુટુંબીજનોના વાહનોમાં ડીઝલ પુરાવેલ હોવાનું રેકર્ડ પરથી જણાઈ આવેલ છે. જે સત્તાનોદૂરપયોગ કરીને પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડયું છે. ઉપરાંત સીમ રેખા પાછળ બે વર્ષમાં ૧૦.૮૮ લાખનો બિનજરુરી ખર્ચ કરી સત્તાનો દૂરપયોગ કર્યાનો આક્ સાબિત થાય છે.

વધુમાં જિ.પં.ની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ ૯૭ એલઈડી લાઈટો પૈકી ૨૫થી ૩૦ લાઈટો ઉપયોગમાં

લઇને બાકીની પંચાયતના સ્ટોરરૂમમાં રાખી બિનપયોગી રહી છે,જે સરપંચ દ્વારા સત્તાનો દૂરપયોગ કરેલ હોવાનો આક્ષેપ સાબિત થાય છે. વધુમાં તારાપુર ગા.પં. દ્વાા દરેક ખર્ચની રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે. મોટી રકમનો એક જ સેલ્ફના નામનો ચેક લખી બેન્કમાંથી રોકડ રકમ ઉપાડ કરી પગાર તેમજ અન્ય ૫ બીલોના ચૂકવણા નાણાંકીય નિયમ વિરુદ્ધ છે. . જે અંગે સરપંચે કોઈ તકેદારી રાખી નથી. પંચાયતની આવકજાવકની હિસાબી કામગીરી સરપંચ દ્વારા બિનધિકૃત રીતે અન્ય ઇસમો પાસેથી કરાવવામાં આવી છે.

આ ઉપરાંત ગોચર-ચરાની જમીનમાં હાલના સરપંચ, તેમના લાગતા વળગતા ઇસમો દ્વારા દબાણ કરી-કરાવી ડાંગર, ટામેટા વગેરે ખેતી પાકો કરે છે. જે સરપંચ દ્વારા સત્તાના દૂરપયોગનો આક્ષેપ સાબિત થાય છે. આમ, ટીડીઓ, તારાપુરના અહેવાલ અને રજૂ થયેલ સાધનિક કાગળો ધ્યાને લઈને ગુજરાત પંચાયત અધિનિયમની કલમની જોગવાઈ મુજબ સુપ્રત થયેલ સત્તા કરતાં વધુ નાણાંકીય ખર્ચ કરીને સરપંચ તરીકેની ફરજો બજાવવામાં સત્તાનો દૂરપયોગ કરી, સરકારી ગ્રાન્ટોનો દૂરપયોગ કરી, નાણાંકીય અનિયમિતતા દાખવી પંચાયતને આર્થિક નુકસાન પહોંચાડયાનું ડીડીઓએ નોંધ્યું હતું.

જેથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (આઈ.એ.એસ)એ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમની જોગવાઇઓ અને સત્તાની રુઇએ પુનમભાઈ માધાભાઈ પરમાર (સરપંચ, ગ્રામ પંચાયત તારાપુર)ને ગ્રામ પંચાયતના સરપંચના હોદા પરથી દૂર કરવાનો હૂકમ ૧ કર્યો હતો. વધુમાં પુનમભાઈ પરમારને હુકમની નકલ મોકલીને ગ્રામ પંચાયતના હોદા પરથી તાત્કાલિક છુટા થવા અમલવારી કરવા જણાવાયું છે.

તારાપુર ગ્રા.પં. ડેપ્યુટી સરપંચ સવિતાબેન પરમારને પણ સસ્પેન્ડ કરાયા

સવિતાબેનનો દિકરો નિકુંજ પરમાર પોતાની ગાડીમાં ગ્રામ પંચાયત કચેરીમાંથી ડિઝલ ભરાવતા હોવાનો, ઉપસરપંચ વતી ફરજ બજાવતા હોવાનો આક્ષેપ છે

જેથી બીલોની નાણાંકીય બાબતમાં ઉપસરપંચના પુત્રની ગાડીના રેકર્ડમાં રજૂ થયેલ હોઇ હોદ્દાનો દૂરપયોગ બદલ ઉપસરપંચે ફરજ બજાવવામાં દુવર્તન દાખવેલ હોવાનું સાબિત થાય છે. વધુમાં નિકુંજ પરમાર પંચાયતની કચેરીમાં આવીને ઉપસરપંચ તરીકેની ફરજો બજાવે છે. જેમાં ઉપસરપંચ સવિતાબેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના પુત્રને સમથર્જન આપેલ હોવાનું સાબિત થાય છે. આમ, સમગ્ર બાબતને ધ્યાને લઇને મિલિન્દ

બાપના (આઇ.એ.એસ)જિલ્લા વિકાસ અધિકારી, આણંદે સવિતાબેન કનુભાઇ પરમાર (ઉપસરપંચ, તારાપુર)ને ગ્રામ પંચાયત તારાપુરના ઉપસરપંચના હોદ્દા તથા સભ્યપદેથી દૂર કરવા હૂકમ કર્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 544

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *