Latest

સોનગઢ ખાતે વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને આયોજીત “રામકથા”માં સહભાગી બનતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

પૂજ્ય મોરારી બાપુના આર્શીવચન મેળવતા રાજ્યમંત્રી

તા. 15/03/2025, શનિવાર ::: સોનગઢ ખાતે
રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા રામકથાકાર મોરારી બાપુના શ્રીમુખેથી પવિત્ર રામકથાનું રસપાન કર્યું.

માન. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુની મધુર વાણીમાં શ્રીરામચંદ્રજીના સદાચાર, ભક્તિ અને ધર્મ પર આધારિત કથાનું શ્રવણ કરવું એ સત્ય, પ્રેમ અને કરુણાની ઉજળી ધારા જેવું છે. શ્રીરામચરિતમાનસના ઉત્તમ જીવનમૂલ્યો અને આધ્યાત્મિક સંદેશ સાથે જન જનને જોડવાનું ભગીરથ કાર્ય પૂજ્ય મોરારી બાપુ સતત કરતા રહ્યા છે.

માન. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી મોરારી બાપુની રામકથા માત્ર ધાર્મિક જ્ઞાન પૂરતું જ નહીં, પરંતુ પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે, જે સમાજને નૈતિક મૂલ્યો, સહાનુભૂતિ અને સદભાવના તરફ દોરી જાય છે.

પ્રભુ શ્રીરામના ચરણોમાં શ્રદ્ધા અને સમર્પણ સાથે આ પવિત્ર કથામૃતનો લાભ લેનાર તમામ શ્રોતાઓનું જીવન સુખ-શાંતિ અને મંગલમય બની રહે એવી પ્રાર્થના તેમણે વ્યક્ત કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાના વિકાસને નવી દિશા: ૨૦ કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ અને આઇકોનિક રોડનું…

રાધનપુર : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખાના સૌજન્યરથી પીવાના પાણીની પરબનું ઉદ્ઘાટન કરાયું…

રાધનપુર, એ.આર. એબીએનએસ: હાલ પાટણ જિલ્લામાં ગરમી નો પારો ઊંચકાયો છે અને મહત્તમ…

1 of 591

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *