Latest

દિવાળીના અને નવા વર્ષના તહેવારમાં ફ્રાન્સથી વિદેશથી ભક્ત માતાજીના દર્શન કરવા આવ્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.

અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં નવા વર્ષ અને દિવાળીના તહેવારમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં સાત સમંદર પારથી પણ વિદેશી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા રહ્યા છે.

શક્તિપીઠ અંબાજી ખાતે દિવાળીના મીની વેકેશનમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને નવ વર્ષની શરૂઆત કરી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે ભારત દેશના અલગ અલગ રાજ્યોથી ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે

ત્યારે સાત સમુંદર પાર થી યુરોપ ખંડના ફ્રાન્સ દેશથી વિદેશી લોકો પણ અંબાજી આવ્યા હતા અને અંબાજી આવ્યા બાદ માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી બાબા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ. અંબાજી મંદિરની ભારે ભીડ જોઈને વીદેશી ભક્તોએ પણ ખુશી અનુભવી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *