સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ગણેશ કુંજ સોસાયટી ખાતે સામુહિક હનુમાન ચાલીસા નું આયોજન કરવામાં આવ્યું, જેમાં અતિથિ તરીકે નંદેલાવ ગામના પૂર્વ ઉપસરપંચ શ્રી પ્રફુલભાઈ પટેલ, ગણેશ કુંજ સોસાયટીના આગેવાન શ્રી વિપુલભાઈ પટેલ, ચેતનભાઈ જગલાવાલા, સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, મિનાક્ષીબેન પરમાર, મહેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં સેવાભાવી ભાઈબહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા. આ આયોજન ગણેશ કુંજ સોસાયટીના વિપુલભાઈ પટેલ, ચેતનભાઈ જગલાવાલા અને સેવાભાવી ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેઓએ સોસાયટીનાં ઘરે ઘરે જઈને આ માટે આમંત્રણ આપ્યું હતુ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શ્રી ચેતનભાઈ જગલાવાલા દ્વારા સનાતન હિન્દુધર્મના જાગરણ અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે આહવાન કરાયું હતુ. સંસ્કૃતિ ટ્રસ્ટ ના પ્રકાશ પટેલ દ્વારા આ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન અઠવાડિયામાં એક દિવસ કરવાથી સોસાયટીમાં કરવાથી લોકો વચ્ચે એકાત્મતા, આધ્યાત્મિકતા તથા સમરસતાનો ભાવ નિર્માણ થશે, એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને ભાઈચારો વધશે.
યુવાનોમાં નવી ઉર્જા શક્તિનો સંચાર થશે. હનુમાનજી દાદાની કળિયુગ માં પૂજા અર્ચના અને ઉપાસના કરવાથી રોગ, શોક, ભય, ચિંતા, ક્લેશ અને વિકારો દૂર થાય છે અને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, શાંતિ મળે છે. સામુહિક હનુમાન ચાલીસા પાઠનો પ્રભાવ ખૂબ વધારે હોવાથી તેનું આયોજન દરેક જાહેર જગ્યાએ થવું જોઇએ.
સોસાયટીમાં કુટુંબ ના સભ્યો એ ઘર સભા કરવી જોઈએ તથા એક સમયનું ભોજન સાથે બેસીને કરવું જોઈએ જેથી પારિવારિક જીવન માં ઉદ્દભવતા ધણાં પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ આવે છે. પર્યાવરણ બચાવવા માટે સોસાયટીના કોમન પ્લોટમાં વૃક્ષારોપણનાં કાર્યક્રમનું પણ આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.