શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.તાજેતરમાં નવરાત્રી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે
ત્યારે આજે અંબાજી મંદિર ખાતે બપોર બાદ ગરબા કિંગ અને પોપ સ્ટાર તરીકે જાણીતા ગુજરાતી દેવાંગ પટેલ અને તેમની સાથે મુંબઈની સિંગર સુચિત્રા વ્યાસ પણ દર્શન કરવા આવ્યા હતા.
દર વર્ષે નવરાત્રી પર્વ બાદ માતાજીનાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેવાંગ પટેલનુ વિદેશમાં પણ મોટું નામ છે અને તેમને પોપ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે.
નવરાત્રી મા તેમના કાર્યક્રમ હાઉસ ફૂલ થાય છે અને લોકો તેમના ગરબા જોવા જાય છે. તાજેતરમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યાં ત્યારે તેમની સાથે મુલાકાત પણ કરી હતી.
:- વિજયા રિસોર્ટ ની મુલાકાત કરી :-
અંબાજી મંદિરના દર્શન કર્યાં બાદ તેઓ અંબાજી ખાતે નવીન બનેલા વિજયા રિસોર્ટ ની પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે મુંબઈની સિંગર સુચિત્રા વ્યાસ પણ હાજર રહ્યા હતા. અહી તેમને ભદ્રેશ પંડ્યા, પિયુષ સીકરવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી