Latest

ભાવનગર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ

 

ભાવનગરમાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓ ના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું.લી ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના સ્વ. સહાય જૂથોને વિવિધ બેન્કો દ્વારા ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલ

કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડૉ.પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતુ જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માસ દરમ્યાન વિવિધ બેન્કો દ્વારા ₹ ૧૨૦.૯૩ લાખનું ધિરાણ મેળવેલ ૮૪ સ્વ સહાય જૂથ પૈકી ૧૬ જુથોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આમ,વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૧૨૪૫ જુથોને રૂ. ૧૧૫૦.૬૭ લાખનું ધિરાણ બેન્કો મારફત પ્રાપ્ત થયેલ છે

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી તેમજ નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહિલાઓને અલગ અલગ ઉદાહરણ સાથે મહિલાઓ કયાં પ્રકારનું પરિવર્તન સમાજમાં લાવી શકે છે અને તેમનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક મહિલા આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું હતુ

આ કાર્યક્રમમાં નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જયશ્રીબેન જરુ, ડી.જી.એમ. નાબાર્ડ દીપક ખલાસ તેમજ આર.સેટી.ડાયરેક્ટર રમેશભાઈ રાઠોડ સહિત અલગ અલગ બેંકના રિજિયોનલ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *