Latest

ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા અમદાવાદના સહયોગ કોમર્શિયલ કોમ્પલેક્ષ લાલ દરવાજા ખાતે ફ્રી મેગા મેડિકલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પીડિયાટ્રિક ફેસિલિટીસ હાડકાના રોગના નિષ્ણાત તેમજ કેન્સરના રોગોના નિષ્ણાત. ડોક્ટરએ આ મેડિકલ સેરેમનીમાં હાજરી આપી હતી. જેમાં ડોક્ટર (MBBS , MS) શહેઝાદ આલમ , (MD પીડીયાટ્રિકસ) ડોક્ટર જુનેદ જી શેખ, (MS ઓર્થો ) ડોક્ટર શુભમ કાપડિયા,(MSM સી એચ) ડોક્ટર સંકેત દેસાઈ , ડોક્ટર ઝુલ્ફી પટેલ (MS ઓર્થો ) સહિતના નિષ્ણાત ડોક્ટરોએ હાજરી આપી હતી.

આ મેડિકલ સેરેમની નિઃશુલ્ક હાડકાની ઘનતા તથા ગુણવત્તા ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આર સી શાહ પૂર્વ પ્રમુખ વર્લ્ડ લેપ્રોસ્કોપિક સર્જન એસોસિએશન અને ઇન્ટરનેશનલ લો મેડિકલ એન્ડ એથિક્સ સોસાયટી જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ શેખ તેમજ અમદાવાદ કોંગ્રેસના મહામંત્રી શફીભાઈ ટાયર વાલા કોંગ્રેસના સિનિયર નેતા જે પી ચા વાલા સામજિક કાર્યકર શોએબ શેખ સિનિયર સામજિક આગેવાન રંગરેજ ફિરોઝ ભાઈ અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીના ચેરમેન રિઝવાન કાદરી ,, મુહીબઉલ્લાહ પઠાણ , બાબા ખાન પઠાણ અફાક સૈયદ , મઝહર સૈયદ , સોહેલ કાદરીu તેમજ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ આર પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ફ્રી મેડિકલ કેમ્પ લાભ લેવા માટે આવ્યા હતા આ નિષ્ણાત ડોક્ટરોએ મેડિકલ સેરેમનીને સેવા આપી દર્દીઓની સમસ્યાઓને જાણી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *