એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની અસરકારક કામગીરીના લીધે ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા ખાણ ખનીજ વિભાગની પોતાની પેટ્રોલિંગની કામગીરી સતત ચાલુ રાખી અને ખનન માફિયા ઉપર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
ત્યારે પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા આકસ્મિત તપાસ હાથ ધરતા કાલોલ તાલુકાના ચલાલી – રોયણ ગામે ગોમાં નદીના પટ્ટમાં કેટલાક ખનીજ માફીયાઓ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી હતાં.
તે સમયે ટીમ પોહચી ગઈ હતી અને ત્યાં સ્થળ ઉપર ખનન માફીઓના બે એક્સવેટર મશીન સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ત્યારે કબજે કરેલ મુદામાલ સિઝ કરી રોયણ પંચાયત ખાતે રાખવામાં આવ્યો છે. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.