Latest

ગોલ્ડન બ્રિજની આજે ૧૪૬મી વર્ષગાંઠ : આજે પણ અડીખમ

ઇતિહાસ અને કારીગરીનું બેજોડ ઉદાહરણ એટલે ગોલ્ડન બ્રિજ

ભરૂચ ખાતે અંગ્રેજ સર જોન હોક્શોએ ગોલ્ડન બ્રીજને ૭ ડિસેમ્બર ૧૮૭૭ થી બાંધકામ કરવાની શરૂઆત કરી હતી. ૧૬ મે ૧૮૮૧ ના રોજ સંપૂર્ણ બનીને તૈયાર થઇ ગયો હતો. આ ગોલ્ડન બ્રિજની આજે ૧૪૬મી વર્ષગાંઠ છે અને આટલા વર્ષ પછી પણ અડીખમ છે.

૧૮૬૦માં રેલ્વે લાઈન નાખવાના કામ સાથે -સાથે ગોલ્ડન બ્રીજને બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.  આ પહેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજના ધણા ભાગો તૂટીપજ્યા હતા. વર્ષ ૧૮૭૭ થી તેના બાંધકામ સહિત આ પુલ પાછળ અંદાજિત અધધ રૂપીયા ૮૫,૯૩,૪૦૦ નો ખર્ચ થયો હતો. આ બ્રીજને બનાવવામાં એ જમાનામાં જે  અધધ.. ખર્ચ થતો રહ્યો તેથી આ બ્રિજને “સોનાનો પુલ” એટલે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખ મળી હતી.

ગોલ્ડન બ્રિજ નર્મદા પુલ તરીકે પણ ઓળખાય છે. એક સમયે અહી ૨૪ કલાક વાહનોથી ધમધમતો હતો. જો, કે આજે પણ અનેક લોકોને ગોલ્ડન બ્રિજમાંથી જ પસાર થવાનું ગમે છે. ગોલ્ડન બ્રિજના ઇતિહાસ અને કારીગરીના અજોડ ઉદાહરણરૂપ આ બ્રિજનો વૈભવ સહેજપણ ઓછો થયો નથી. આજે પણ તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ સ્થિત દોડ, યોગા દિવસે યોગાસનો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *