વર્ષો જૂની મુશ્કેલીનો તાત્કાલિક નિકાલ થતા
અમદાવાદ, સંજીવ રાજપૂત: છેલ્લા કેટલાય વર્ષોથી બેરલ માર્કેટ, દાણીલીમડા પાસે રોડ પર સામ્રાજ્ય જમાવનાર કેમિકલ યુક્ત ગંદુ પાણી અને તેની સમસ્યાને લઈ લોકોમાં થતી બીમારીને લઈ લોક પ્રશ્નો અને તેમની મુશ્કેલી માટે ઓર્ગેઝઈનેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેરના નેશનલ પ્રમુખ આદિલ શેખ દ્વારા સરકારને અને અધિકારીઓને સતત રજુઆતો કરવામાં આવી હતી.
મીડિયા જગત દ્વારા પણ આ પ્રશ્નને ગંભીરતાથી લેતા પ્રકાશિત કરાયો. જેના ફળદાયી પરિણામે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમ્યાન આ મુદ્દાને ગંભીર રૂપે લેવાતા આ ફરિયાદનું સરકાર અને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું છે.
તેમના આ લોક પ્રશ્નની સ્ટોરીને સક્સેસ સ્ટોરી તરીકે ગણવામાં આવતા જેની નોંધ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકોનો પ્રશ્ન ઉકેલાયો અને રાજ્ય સરકાર દ્વારા નોંધ લેવામાં આવી તે માટે રહીશો વતી આ ઓર્ગેનાઇઝેશનના નેશનલ પ્રમુખ આદિલભાઈ શેખ, મહેબૂબખાન રંગરેજ, અરબાઝખાન અને નાદિર શેખ, ખજાનચી દ્વારા જિલ્લા કલેક્ટર અને રાજ્ય સત્કારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા પણ તેમની આ સક્સેસ સ્ટોરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.