Breaking NewsLatest

હર ઘર દસ્તક – ગુજરાતનું ઊંચું મસ્તક

હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૪૦ દિવસમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના રસીકરણ

તડકી , છાયડી કે પછી ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે આરોગ્યકર્મીઓની રાજ્યના ૩૭.૫૬ લાખ ઘરોમાં ઘર ઘર દસ્તક

 હર ઘર દસ્તક 2.0 ” અંતર્ગત ૪૦ દિવસમાં ૭૩ હજાર થી વધુને રસીનો પ્રથમ ડોઝ, ૩.૮૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને ૪.૬૨ લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો

૪૦ દિવસમાં રાજ્યના ૪૯૦૦ થી વધુ ગામોમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ અને ૩૫૦૦ જેટલા ગામોમાં બંને ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ

“હર ઘર દસ્તક કાર્યક્રમ 2.0.” અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની સુરક્ષા પ્રદાન કરતી રસી આપીને અભેધ સુરક્ષા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

અત્રે મહત્વની બાબત એ છે કે, તડકી, છાયડી કે પછી ભારે વરસાદની પરિસ્થિતી વચ્ચે પણ રાજ્યના આરોગ્યકર્મીઓનું કોરોના સામે નાગરિકોને સુરક્ષા પ્રદાન કરાવવાનું સેવાકીય કાર્ય અવિરત ચાલતું રહ્યું છે. જેના પરિણામે ૪૦દિવસમાં રાજ્યના ૩૭.૫૬ લાખ ઘરોની મુલાકાત લઇને ૯.૧૬ લાખ ડોઝની સિધ્ધી હાંસલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હર ઘર દસ્તક ના પ્રથમ તબક્કાની જવલંત સફળતા બાદ વધુમાં વધુ લોકોને પ્રિકોશન ડોઝ સહિતના અન્ય તબક્કાના કોરોનાની રસીના ડોઝ લગાડવા માટે ૧ લી જુનથી ૩૧ મી જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં “હર ઘર દસ્તક 2.0.” કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

“હર ઘર દસ્તક 2.0.” હેઠળ વૃધ્ધો અને ડીફ્ર્ન્ટલી એબલ્ડ લાભાર્થીઓને સેફ્ટી અને તેમની અનુકૂળતા ધ્યાને રાખીને નિયર ટુ હોમ સી.વી.સી. સ્ટ્રેટજી થકી પ્રાથમિકતાના ઘોરણે રસીકરણ કરવામાં આવ છે. તદ્ઉપરાંત ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી , કિશોરો માટે પણ ખાસ આયોજન હાથ ધરીને રસીકરણ કરવામાં આવ્યું છે.

વધુમાં રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરીને ૧૨ થી વધુ વય જુથના લાભાર્થીઓ , બીજા ડોઝના લાભાર્થીઓ, ૧૨ થી ૧૭ ની વયના પ્રથમ ડોઝના લાભાર્થીઓ તેમજ હેલ્થ કેર વર્કર્સ, ફ્ર્ન્ટલાઇન વર્કર્સ અને ૬૦ થી વધુની વયના વયસ્કો માટે પ્રિકોશન ડોઝ સત્વરે ઉપલબ્ધ કરાવીને કોરોના સામેનું સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

“હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૧ લી જુન થી ૧૦ મી જુલાઇ એટલે કે ૪૦ દિવસમાં થયેલ કામગીરીની વિગતો જોઇએ તો , આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા રાજ્યના ગામડાઓના ૪૯,૫૦૯ ઘરોમાં એક વખત જ્યારે ૩૬,૧૫૮ જેટલા ઘરોમાં બે વખત મુલાકાત કરવામાં આવી છે. જેમાં ૪૯૬૧  જેટલા ગામડાઓમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩૪૭૨ ગામળાઓમાં રસીનો બીજો ડોઝ ૧૦૦ ટકા સંપન્ન થયો છે.

૪૦ દિવસમાં રાજ્યના આરોગ્યકર્મીઓ દ્વારા ૭૩ હજાર થી વધુને લોકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૩.૮૦ લાખ લોકોને રસીનો બીજો ડોઝ અને ૪.૬૨ લાખથી વધુ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો

રાજ્યના હાટ, બજાર, માર્કેટ, સ્કુલ, કૉલેજમાં “હર ઘર દસ્તક 2.0.” અંતર્ગત થયેલી રસીકરણની કામગીરી પર નઝર કરીએ તો ૧૨ થી ૧૮ ની વયજૂથના ૧૪,૨૨૭  જેટલા લાભાર્થીઓને આ પ્રકારની સ્થળો પર જઇને પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૮૪૪ લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ અને ૧.૧૦ લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ લગાડવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં હર ઘર દસ્તક નો પ્રથમ તબક્કો ૩ નવેમ્બર ૨૦૨૧ માં શરૂ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત રાજ્યમાં ૧ કરોડ થી વધુ કોરોનાની રસીના  ડોઝ આપવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *