સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે બે થી ત્રણ દિવસ અગાઉ સોસીયલ મીડિયામાં ગુજરવદી ગામે તલાટી કમ મંત્રી તરીકે મહિલા તલાટી કમ મંત્રી નો વિડીયો વાયરલ થયો હતો જેમાં ગ્રામજનોના આક્ષેપ છે કે મહિલા તલાટી દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન સાથે અનિયમિત સમયે પંચાયત ઓફિસમાં આવી કામગીરી કરે છે
જો કોઈ અરજદાર પોતાના કામ સબબ મહિલા તલાટીને રજૂઆત કરે તો મહીલા તલાટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતા હોવાનો જણાવ્યું હતું જ્યારે ગામજનો દ્વારા લેખિતમાં એવું પણ જણાવ્યું હતું કે મહિલા તલાટી કમ મંત્રી પોતાના પતિને સાથે રાખી પંચાયત ઓફિસ ખાતે ખોટા કામ કરે છે
તેવા અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવે અને કાયમી ધોરણે તલાટી કમ મંત્રી ની નિમણૂક આપવામાં આવે આ સાથે તાજેતરમાં જે મહિલા તલાટી કમ મંત્રી વિરુદ્ધ કરવામાં આવેલ અરજીઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે તપાસ કરવા માંગો ગ્રામજનોની ઉઠવા પામી છે
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા