જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજાડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓએ સોમનાથ મંદિર ખાતે આવતા દર્શાનાર્થીઓને કોઇ અગવડ ન પડે તે સારૂ વિશેષ તકેદારી રાખવા અને વધુ પેટ્રોલીંગ રાખવા તેમજ બાળકો/વ્યક્તિઓ ગુમ થયેથી સત્વરે શોધી કાઢવા કામગીરી કરવા સુચના થયેલ હોય
અને અરજદાર- મુકેશભાઇ છોટુભાઇ મકવાણા રહે.જુનાગઢ વાળાઓ તેમના પરીવાર સાથે સોમનાથ મંદિર ખાતે દર્શનનાર્થે આવેલ તે વખતે પોતાની કૌટુંબિક-દિકરી પુંજાબેન ડો/ઓ રમેશભાઇ સોલંકી ઉ.વ.૧૫ વર્ષ વાળી સોમનાથ મંદિરથી ગુમ થયેલ હોવાની રજુઆત કરતા ઇ.ચા. પો.ઇન્સ.શ્રી એસ.એચ.ભુવા સાહેબ નાઓએ તાત્કાલીક સદર બાળકને શોધી કાઢવા સારૂ સુચના આપતા
તેઓની સુચના અને માર્ગદર્શન મુજબ અત્રે પો.સ્ટે.ના એ.એસ.આઇ. હિરેનભાઇ રામસિંગભાઇ તથા પો.હેડ.કોન્સ ફુલદીપસિંહ જયસિંહ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા પો.કોન્સ. કૈલાસભાઈ જેશાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ તથા પિયુષસિંહ કાનાભાઇ તથા કૃષ્ણકુમારસિંહ કર્ણસિંહ તથા મહેન્દ્રભાઇ બાબુભાઇ તથા સુમૈયાબેન સલીમભાઇ નાઓએ અલગ-અલગ ટીમો બનાવી અલગ જગ્યાના સીસી ટીવી ફુટેજ ચેક કરી નેત્રમ CCTV ઇણાજ ટીમના પી.એસ.આઇ વી.આર.ત્રીવેદી તથા CCTV સ્ટાફના અન્ય પો.માણસોની મદદથી ટીમ વર્કથી સદર ગુમ થનાર બાળક- પુંજાબેન ડો/ઓ રમેશભાઈ સોલંકી નાઓને સોમનાથ રેલ્વે સ્ટેશન ખાતેથી શોધી કાઢી તેમના પરીવારના સભ્યો સાથે સુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરતી પ્ર.પાટણ પોલીસ.
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ