ગરીબ બાળકો અને સ્થાનિકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશીઓ વહેંચી
બનાસકાંઠા જિલ્લાના હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો અને નાના બાળકો સાથે દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરી હતી. પોલીસે ગરીબ અને નિસહાય લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો.
હર્ષ અને પ્રકાશના આ તહેવાર દરમિયાન, ઘણા લોકો આર્થિક મર્યાદાઓને કારણે ઉજવણી કરી શકતા નથી. આવા સમયે, સેવાભાવી લોકો અને સંસ્થાઓ તેમની મદદ માટે આગળ આવે છે.હડાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકો સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, બાળકોને ફટાકડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.દિવાળી પર્વ નિમિત્તે પોલીસકર્મીઓએ મીઠાઈનું વિતરણ કરીને પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પહેલથી સ્થાનિક લોકો અને બાળકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પોલીસે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી