ભરૂચની હાઈકલ પ્રાઈવેટ કંપનીએ તેમના સી.એસ.આર ફંડમાંથી સેવાયજ્ઞ સમિતિને રૂ.8 લાખનો ચેક અર્પણ કર્યા હતો.
જેમાં કંપનીના જનરલ મેનેજર સહિત એચઆર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આવેલી સેવાયજ્ઞ સમિતિ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે.જેના સંચાલક રાકેશ ભટ્ટ દ્વારા અહીંયા આવતા દરેક દિન દુખિયા,નિરાધાર અને બીમાર વ્યક્તિઓને અહીંયા રાખીને તેમને સમયસર ભોજન આપી સારવાર અને દવાઓ આપી સેવા ચાકરી કરવામાં આવે છે.
એટલું જ નહીં સેવાયજ્ઞ સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને એક્સરે,સોનોગ્રાફી, એમ્બ્યુલન્સની સેવા પણ મફત આપવમાં આવે છે.
ત્યારે હાઈકલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ તેમની સીએસેર પ્રવૃત્તિમાંથી રૂ.8 લાખનો ચેક સેવાયજ્ઞ સમિતિને અર્પણ કર્યા હતો.
જેનો સેવાયજ્ઞ સમિતિ વતી ચેકનો સ્વીકાર રાકેશ ભટ્ટે કર્યો હતો.
આ ચેક અર્પણમાં હાજર રહેલા ત્યાં રહેતા દર્દીઓ ની પણ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે કંપનીના જનરલ મેનેજર કૈલાશ ભરામદે, જનરલ મેનજર અભિષેક ચંદોલે, એચ આર હેડ ધ્રુવાંગ મહેતા, સ્પલાય ચેન જુવૈદ સૈયદ, સેફ્ટી હેડ મનીષ શેઠ ઉપસ્થિત રહયા હતાં.
ભાવેશ મુલાણી, ભરૂચ.