એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલીતાબેન ફરશુરામ ડાયાલાલ ઠક્કર પરિવાર દ્વારા દર્દીઓને ઇમરજન્સી સેવાઓ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જલિયાણ ગ્રુપ દ્વારા શહેરને ૪૮ લાખના ખર્ચે અંતિમયાત્રા રથ તથા એમ્બ્યુલન્સવાનની શહેરને ભેટ આપી છે.ભારત વિકાસ પરિષદે 50 વર્ષ પૂર્ણથતાં રજત જયંતિ ઉજવણી સાથે હારીજ શહેરમાં ભારત વિકાસ પરિષદ શહેરમાં 33 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને અગ્રેસર રહી છે.
ત્યારે જલિયાણ ગ્રુપ ઠકકર મિતેશભાઈ, નિલેશભાઈ, શૈલેષભાઇ, યુવરાજભાઈ, વર્ધિભાઇ, તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને એમ્બ્યુલન્સવાન તથા અંતિમયાત્રા રથ સંચાલિત માટે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ સ્કુલ વાઘેલ રોડ ઉપર યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત આમંત્રિત મહેમાનો ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વીરાજી ઠાકોર, નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસવડા વી.કે. નાઈ, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા સતીશ ભાઈ ઠક્કર, સહિત શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે જલિયાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો વડીલો સગા સંબંધી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ભારત વિકાસ પરિષદ ટીમ દ્વારા જલિયાણ પરિવારનું ઋણ સ્વીકાર કરી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.