ધાંગધ્રા ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસદિયા ઈશાકભાઈ, ને ઇદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટએટેક કારણે મોત નીપજ્યું હતું જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમત બેન માયક ને પણ હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું અત્યારે આજે ઈદનો ખુશી નો તહેવાર માતમ માં ફેરવાઈ ગયો હતો.
ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહયો છે. ત્યારે એક મહિનાની અંદર ૧૦થી વધુ લોકો હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે.ત્યારે ધ્રાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારની અંદર ઇદના દિવસે વહેલી સવારે સાસુ જમાઈના સહીત બે લોકોના મોત નીપજ્યા છે.
જેમાં ધાંગધ્રા શહેર ફૂલ ગલી વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમભાઇ જેઓ વહેલી સવારે તેઓને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા ખાનગી વહાન ની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
જયા ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી.જેમાં સારવાર દરમ્યાન જેસડિયા ઇસાકભાઈ ઇબ્રાહીમભાઇ નું મોત નીપજ્યું હતું. જયારે જમાઈના મોતનો સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયક ને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો
જેમાં હોસ્પિટલ ખાતે ખસેડાતા હાજર તબીબ દ્વારા સારવાર અપાતા મોત નીપજ્યું હતું ત્યારે આજે ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં મોત થતા ખુશી નો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા એક મહિનાની અંદર ૧૦થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત નીપજતા ધ્રાંગધ્રા શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે.
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા