ધી મ.લા.ગાંધી મંડળના ઉપપ્રમુખ સુભાષભાઈ શાહની ઉપપ્રમુખ તરીકે નિમણુક
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયેલ અનુદાનિત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનનું વાર્ષિક અધિવેશન મહેસાણા ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં કોલેજ સંચાલન માટે સરકાર અને યુનિવર્સીટી દ્વારા નવા નવા નિયમો- અધિનિયમો કે પરિપત્રો બહાર પાડવામાં આવે છે,
તે અંગે ગહન અને વિશેષ ચર્ચા-વિચારણા થઇ હતી, તેમજ નવી કારોબારી તથા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી વિસ્તાર કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના પ્રમુખ તરીકે સાર્વજનિક કેળવણી મંડળ, મહેસાણાના માનદ્ મંત્રી, શ્રી દિલીપભાઈ જે. ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે રાધનપુર કોલેજના શ્રી મહેશભાઈ મુલાણી તથા ધી મ.લા.ગાંધી કેળવણી મંડળ નાં ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહની વરણી થઈ હતી.
મંત્રી તરીકે મહેસાણાના પ્રિ. ડો. દિનેશભાઈ આર. પટેલ તથા સહમંત્રી તરીકે પાલનપુરના શ્રી સુનીલભાઈ શાહ, ખજાનચી તરીકે વિજાપુરના શ્રી અશોકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી તેમ કો. ઓર્ડીનેટર તરીકે પ્રિ. માધુભાઈ પલે જણાવ્યું હતું.
આગામી સમયમાં સરકારશ્રી તથા યુનિવર્સીટી કક્ષાએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કોલેજ આચાર્ય મંડળના પ્રમુખ શ્રી જશવંતસિંહજી સરવૈયા સાહેબે સરકારશ્રી સાથે થયેલી ચર્ચા-વિચારણાની પ્રગતિ અંગે વિશેષ માહિતી આપી સભ્યોના પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપ્યા હતા.
રાજ્ય આચાર્ય મંડળના પ્રમુખશ્રીએ ઉ. ગુ. યુનિ.ના સંચાલક મંડળ જેવી જ સક્રિયતા અન્ય યુનિ.ઓના વિસ્તારના સંચાલક મંડળોમાં ઉભી થાય એની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.