Latest

મહિલા હોમગાર્ડને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી..

પાટણ, એબીએનએસ: પાટણ જિલ્લાનાં રાધનપુર, સાંતલપુર સહીત જિલ્લામાં ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છૅ.ત્યારે હોમગાર્ડ સુરક્ષા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિવૃત્ત હોમગાર્ડ બહેનોને સન્માનિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.

આ એક એવો દિવસ છે જ્યારે સ્ત્રીઓને રાષ્ટ્રીય, વંશીય, ભાષાકીય,સાંસ્કૃતિક,આર્થિક અથવા રાજકીય સરહદો પારની તેમની પ્રગતિ માટે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની થીમ “ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ: રાઇટ્સ” ઈક્વોલિટી,એમ્પાવરમેન્ટ” છે. આ વર્ષની થીમમાં તમામ માટે સમાન અધિકારો,શક્તિ અને તકોને અનલોક કરવા માટે કાર્યવાહી કરવાની હાકલ કરવામાં આવી છે અને એક સમાવેશી ભવિષ્ય છે જ્યાં કોઈ પણ પાછળ નથી.

આ સ્વપ્નનું કેન્દ્રબિંદુ આવનારી પેઢીને -યુવાનો,વિશેષ કરીને યુવાન સ્ત્રીઓ અને તરૂણીઓને – કાયમી પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સશક્ત બનાવવાનું છે.ભારત સરકાર વિવિધ નીતિઓ, યોજનાઓ અને કાયદાકીય પગલાં દ્વારા મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા તરફ સક્રિયપણે કામ કરી રહી છે.

આજની નારી શિક્ષણ, સુરક્ષા, આરોગ્ય, ટેકનોલોજી, આર્થિક ઉર્પાજનમાં સવિશેષ આગળ વધતી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ દિશામાં મહિલાઓ આગળ વધે તે માટે પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અને તેમના દળ દ્વારા સુરક્ષા દળની નિવૃત્ત અને શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને તેમના ઘરે જઈને પુષ્પગુચ્છ અને મોમેન્ટ આપી સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે સુરક્ષા દળના કમાન્ડર જે. એસ. મકવાણા, આર.બી સોલંકી,રાજુભાઈ અને મહિલા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજયકુમાર ઠાકોરે આજની નારીએ ઘરની ચાર દિવાલમાં રહેવાનું નથી પણ ઘરની બહાર આવીને રાષ્ટ્રને ઉપયોગી થાય અને વિકસીત ભારત કેવી રીતે બને તે દિશામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે તેમ જણાવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *