ટેક્સાસના રાજ્યપાલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ પ્રત્યેના પ્રદાન માટે ગુરુદેવના કાર્યની પ્રશંસા કરી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુરુદેવ એ પ્રથમ અને એક માત્ર ભારતીય
આધ્યાત્મિક ગુરુ છે જેમના વૈશ્વિક શાંતિ પ્રત્યેના પ્રદાનને બિરદાવવા
માટે અમેરિકા અને કેનેડાના ૩૦ શહેરો દ્વારા ઘોષણા કરવામાં આવી છે.
આ એક ઐતિહાસિક ગૌરવની ક્ષણ છે જ્યારે ભારતીય આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ પ્રથમ અને એક માત્ર આધ્યાત્મિક નેતા છે જેમને અમેરિકા અને કેનેડાના ૩૦ શહેરો દ્વારા ‘શ્રી શ્રી રવિશંકર ડે’ ની ઉજવણીની જાહેરાત કરીને નવાજવામાં આવ્યા છે.હાવર્ડ કાઉન્ટી, મેરીલેન્ડ અને સ્ટેટ ઓફ ટેક્સાસ આ બે શહેરો એ યાદીમાં તાજેતરમાં ઉમેરાયા છે.
આ ઘોષણાઓ ગુરુદેવના માર્ગદર્શનમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા સેવા કાર્યો,શાંતિ તથા આનંદના પ્રસાર, વિખવાદમાં સમાધાન સ્થાપવા, પર્યાવરણ માટેની કામગીરી તથા દુનિયામાં વધી રહેલા ધ્રુવીકરણ વચ્ચે સમુદાયોને એક જુટ કરવા માટે કરવામાં આવતા અથાગ પ્રયત્નોની નોંધ લઈને બિરદાવે છે.
ટેક્સાસના રાજ્યપાલ ગ્રેગ એબ્બટનું અવતરણ :”દ્રઢ આત્મવિશ્વાસ સાથે ગુરુદેવ અને તેમના અનુયાયીઓએ દુનિયાના યુધ્ધગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો છે, કઠોર કેદીઓને સલાહ-સૂચન-માર્ગદર્શન આપેલા છે અને અસંગત લાગતા મતભેદો ઉકેલ્યા છે……”
આ ઉપરાંત,હાવર્ડ કાઉન્ટી, મેરીલેન્ડની સત્તાવાર ઘોષણામાં કહેવામાં આવ્યું છે,” વૈશ્વિક માનવતાવાદી, આધ્યાત્મિક નેતા,શાંતિ દૂત અને દુનિયામાં પરિવર્તન લાવનાર સૌથી વધુ માન્ય હસ્તીઓમાંના એક….અને જ્યારે ધ્રુવીકરણ તથા અલગાવને લીધે આપણા સમાજના તાણાવાણા તૂટી રહ્યા છે ત્યારે વ્યક્તિગત અને સામાજિક બન્ને સ્તરે ગુરુદેવ શાંતિ,ઐક્ય,આશા અને સ્વઉધ્ધાર થકી આપણા સમાજ અને દુનિયાને એક કરવા પ્રયત્નો કરી રહ્યા છે…”
હાવર્ડ કાઉન્ટીએ ૨૨ જુલાઈ ૨૦૨૩;ટેક્સાસ અને બર્નિંગહામે અનુક્રમે ૨૯ અને ૨૫ જુલાઈને આ આધ્યાત્મિક નેતા અને તેમની સંસ્થાનું, આધ્યાત્મિકતા તથા સેવા દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું, નવાજતા શ્રી શ્રી રવિશંકર ડે ની ઘોષણા કરી.
ગુરુદેવ વિવિધ પૃષ્ઠભૂમિ અને જાતિના હજારો લોકોને મળ્યા અને સંબોધ્યા તથા તેમને ગહેરા ધ્યાન દ્વારા આંતરિક યાત્રાનો અનુભવ કરાવ્યો. અને આ શહેરોએ પણ ગુરુદેવનું ઉમળકાભેર સ્વાગત કર્યું.આ શહેરો ‘Notes for the Journey Within’ પુસ્તકના ઉદ્દઘાટનના પણ સાક્ષી રહ્યા. આ પુસ્તક આધ્યાત્મિક માર્ગ પર અને રોજિંદા જીવનમાં એક સન્નિષ્ઠ સાધકના મનમાં ઉદ્ભવતા તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપે છે.
ગયા મહિને અમેરિકાની એલેઘેની કાઉન્ટી અમેરિકાનું ૨૮ મું શહેર બની જેણે ગુરુદેવને તેમના શાંતિની સ્થાપના તથા વિખવાદોમાં સમાધાન લાવવાના માનવતાવાદી પ્રયાસો માટે નવાજ્યા.એ શહેરની ઘોષણાનું અવતરણ છે, “…..તેમના શહેરોમાં હિંસા તથા ગુનાખોરી ઓછા કરવા માટે સ્વયંસેવકો અને સામાજિક ઝુંબેશ દ્વારા કરવામાં આવતા પ્રયાસો તથા વિવિધ સમાજોમાં ઐક્ય સ્થાપવાના પ્રયાસો એટલા જ પ્રશંસનીય છે જેટલા વિખવાદના સમયમાં વિવિધ સાંસ્કૃતિક જૂથો અને સમાજોમાં ઐક્ય સ્થાપવાના તેમના પ્રયાસો…..”
ગુરુદેવના અમેરિકાના પ્રવાસની પૂર્ણાહુતિ ભવ્ય વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવ પછી થશે.આ મહોત્સવ ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન આયોજીત છે જેમાં ગુરુદેવ વોશિંગ્ટન ડીસીના પ્રતિષ્ઠિત નેશનલ મોલ ખાતે શાંતિ અને સાંસ્કૃતિક વૈવિધ્યની ઉજવણી માટે સૌથી વિશાળ મેદનીઓમાંની એકનું નેતૃત્વ કરશે.