અમદાવાદ, સંજીવ રાજપૂત: ઘણા સમયથી ગંદકી દુષિત પાણીથી પીડાતી અમદાવાદની બેરલ માર્કેટની વસ્તીમાં લોકોને ગટર નું દુષિત પાણી ભરાતા અને તે પીવામાં આવતા અનેક બીમારીઓ થાય છે જેના લીધે ઘણા લોકોને ટ્યુમર, પગની અને અન્ય તકલીફો જોવા મળી રહી છે પણ આ બાબતે અહી કોઈ ધ્યાન આપવા વાળું કોઈ નથી તેવું જોવા મળી રહ્યું છે. અહીં ન તો મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન આપે છે ન તો અહીંના સ્થાનિક કોર્પોરેટર.
ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેરના સંચાલક આદિલ આ સ્થાનિકો માટે ઉમદા અને સરાહનીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતાને લઈ અહીંના સ્થાનિકો માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર્સ ની ટીમ દ્વારા અહીંના સ્થાનિકોના સ્વાસ્થ્યને ચકાસવામાં અને નિદાન આપવામાં આવ્યું હતું.
ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ અફેર બેરલ માર્કેટમાં રહેતા લોકોને સારી સગવડો પુરી પાડે છે. અહીંના સ્થાનિકોમાં ચર્ચા મુજબ વિસ્તારની આસપાસ આવેલ કેમિકલ મિલો દ્વારા ગંદુ પાણી બહાર આવી રહ્યું છે અને કે પીવાના પાણીમાં મળતા લોકો અનેક રોગોના શિકાર બની રહ્યા છે. અનેક વખત સરકાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆતો કર્યા છતાંય છતાં હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી
આ બાબતે આદિલ ભાઈએ જણાવ્યું હતું કે આ કેમિકલ ફેક્ટ્રીઓને સિલ કરવામાં આવે. અમે અમારી રજૂઆત ચીફ સેક્રેટરી અને ઉદ્યોગમંત્રીને રજૂઆત ફરિયાદ કરવામાં આવી છે જો હજુ પણ આ બાબતે નિકાલ નહિ આવે તો લોકો વતી અમારી સંસ્થા દ્વારા હાઇકોર્ટમાં કોર્પોરેશન અને અધિકારીઓ વિરુદ્ધ પીઆઇએલ દાખલ કરવામાં આવશે.
અહીંના સ્થાનિકોની એક જ માંગ છે આ સમસ્યા જલ્દીથી દૂર કરવામાં આવે નહીતો અમારે ધરણા પર ઉતરવું પડશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો સહારો લેવો પડશે.
આ મેડિકલ કેમ્પ નાદિરભાઈ શેખ, મેહબૂબખાન રંગરેજ અનિલ ડોકટર તૈયબ અલીના સહયોગી સાથે રહી આ કાર્ય અને કેમ્પને સફળ બનાવવામાં પૂર્ણ સહયોગ રહ્યો હતો.