ઉતરાણના પર્વ નિમિત્તે સમગ્ર શહેર તાલુકામાં જ્યારે પતંગ રસિયાઓ પતંગ ઉડાડવાનો આનંદ લઈ રહ્યા છે ત્યારે આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ દોરાઓમાં ફસાઈ અને પોતાને ઘાયલ કરતા હોય છે ત્યારે આ ઘાયલ પક્ષીઓનું કોણ ?
ચાલો આપણે પ્રકૃતિને સહાયક બનવા પક્ષીઓને બચાવીએ.
સવારમાં વહેલા અને સાંજના પતંગ ઉડાડવાથી દૂર રહીએ.
સવારમાં વહેલા પક્ષીઓ પોતાના માળામાંથી ચણ મેળવવા દૂર જતા હોય છે, અને સાંજના પરત કરતા હોય છે.
મોડી સાંજના ફટાકડા ન ફોડીએ
ફટાકડા ફોડવાથી પક્ષીઓ ગભરાટમાં ઉડાઉડ કરે છે અને કાતિલ દોરામાં ફસાઈ અને પોતાનો જીવ ગુમાવે છે.
આપની આજુબાજુમા ક્યાંય ધોરાની ઘુંચ પડી હોય તો તેનો નાશ કરીએ.
ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગ ચગાવવા પ્લાસ્ટિક દોરી, ચાઇનીઝ દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ.
આપની આજુબાજુમાં ક્યાંય કોઈ ઘયલ પક્ષી મળી આવે અથવા કંઈ દોરામાં ફસાયેલું પક્ષી દેખાય તો નીચેના નંબર ઉપર તાત્કાલિક સંપર્ક કરી તેમનો જીવ બચાવીએ.
આ મેસેજને અને સાથેના બેનર ને બને એટલો ફોરવર્ડ કરી આપણા ગઢડા વિસ્તારમાંથી તો કમ સે કમ કોઈ પક્ષનો જીવ ન જાય તેની ખાસ તકેદારી રાખીએ.
કોઈ ઘાયલ પશુ પક્ષી જોવા મળે તો તાત્કાલીક
સંપર્ક કરો…..
ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડા.
બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (મધુસુદન ડેરી)
અને
વન વિભાગ, ફોરેસ્ટ ઓફિસ ગઢડા
ના સંયુક્ત ઉપક્રમે ગઢડા શ્રી એમ.એમ. હાઇસ્કુલ પાસે, ડોક્ટર કળથીયા સાહેબ ના દવાખાના સામે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ અધતન ઓપરેશન થિયેટર સાથેની સગવડતા પણ કરવામાં આવી છે.