Breaking NewsLatest

ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી.

અમદાવાદ: ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને 09મી ઑગસ્ટ, 2020ના રોજ આશરે 12.15 કલાકે જકાઉથી દક્ષિણ-પશ્ચિમ 36 NM દૂર 08 ખલાસીઓ ધરાવતી IFB હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેના VHF કોલ પ્રાપ્ત થયો હતો. તોફાની દરિયા અને ભારે પવનની સ્થિતિમાં ICGનું જહાજ ખૂબ જ ઝડપથી ઘટનાની ગંભીરતા સમજીને તે સ્થાન પર પહોંચી ગયું હતું. માછીમારી માટે વપરાતી બોટ ‘હર્ષદ’ દ્વારા એન્જિન બંધ પડી ગયા બાદ ICG પાસેથી મદદ માંગવામાં આવી હતી. તોફાની બનેલા દરિયાને ધ્યાનમાં રાખીને બોટને જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જખાઉથી દક્ષિણ-પશ્ચિમ 26 nm સ્થિત વધુ એક માછીમારીની બોટ IFB અલ લાબ્બેકે માછીમારીની જાળમાં પ્રોપલર ફસાઇ જવાના કારણે સહાયતા માટે VHF કોલ દ્વારા જહાજનો સંપર્ક કર્યો હતો. આ બોટ ઉપર છ ખલાસીઓ સવાર હતા. ત્યારબાદ IFB અલ લાબ્બેકને પણ જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી અને બન્ને IFBને સલામત સ્થાને દોરી જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ, IFB હર્ષદ અને IFB અલ લાબ્બેકને IFB અલ બદરીને 15 ખલાસીઓ સાથે સુપરત કરવામાં આવી હતી, જેની ગોઠવણ બોટના માલિક દ્વારા જખાઉ બંદર સુધી ટોઇંગની સહાયતા માટે કરવામાં આવી હતી.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *