Latest

2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો

અમદાવાદ, સંજીવ રાજપૂત:
વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) એ પીક ટ્રાવેલ સીઝન દરમિયાન ગ્રાહક સંતોષમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. દર વર્ષે ઑક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે SVPIA બહોળી સંખ્યામાં મુસાફરોને મેનેજ કરે છે.

ઑક્ટોબર 2024 માં એરપોર્ટે પરથી 4.95 મુસાફરોએ પ્રસ્થાન અને 4.85 પ્રવાસીઓએ આગમનમાં ઉચ્ચ ગ્રાહક સંતોષ સ્કોર (CSAT)* રેકોર્ડ કર્યો છે. એરપોર્ટ પર પૂરી પાડવામાં આવતી સેવાઓમાં મીટ અને ગ્રીટને 4.97નો સ્કોર મળ્યો છે. આ ઉચ્ચ સ્કોર એરપોર્ટ પરથી મુસાફરી કરતા વખતે પ્રવાસીઓનો સંતોષ વધુ સ્થાપિત કરે છે. SVPI એરપોર્ટના હિસ્સેદારોમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, CISF, કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન્સ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓ, પોલીસ ફોર્સ વગેરેનો સમાવેશ થાય છે.

અપેક્ષિત તહેવારોની ભીડમાં મુસાફરોના અનુભવને શ્રેષ્ઠ બનાવવા SVPI એરપોર્ટે દ્વારા વિવિધ પહેલો અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં નીચે જણાવેલ સુવિધાઓનો સમાવેશ થાય છે:

ટર્મિનલ-2 પર નવો વિસ્તૃત ચેક-ઇન હોલ: પીક અવર ધસારાને પહોંચી વળવા ચેક-ઇન કાઉન્ટર્સ 34 થી વધારીને 56 કરવામાં આવ્યા અને પ્રવેશ દ્વારની સંખ્યા આઠથી વધારીને 12 કરવામાં આવી.
એરોબ્રિજનો ઉમેરો: અગાઉના ચાર એરોબ્રિજમાં બે વધારીને કુલ છ એરોબ્રિજ બનાવવામાં આવ્યા. ડોમેસ્ટિક ટુ ડોમેસ્ટિક ટ્રાન્સફર ફેસિલિટીઃ અમદાવાદ એરપોર્ટ દ્વારા પરિવહન કરતા મુસાફરો માટે પેસેન્જર ટચ પોઈન્ટ્સમાં ભીડ ઘટાડવા વિસ્તારને કાર્યરત કરવામાં આવ્યો હતો.

સમર્પિત સુવિધાઓ: ઓછી ગતિશીલતા ધરાવતા મુસાફરો માટે ખાસ માર્કીંગ બનાવવામાં આવ્યા હતા, જેમાં બેગેજ બેલ્ટની નજીક અને પાર્કિંગની જગ્યાઓમાં ખાસ જગ્યાઓનો સમાવેશ થાય છે.
બહેતર સામાન હેન્ડલિંગ: સામાનના દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે બેગેજ બેલ્ટની ટ્રોલીઓ અગાઉથી ગોઠવવામાં આવી.
બેઠક ક્ષમતામાં વધારો: મુસાફરોના વધારાને સમાવવા ટર્મિનલ 1 માં 1,000 બેઠકો અને ટર્મિનલ 2 માં 1,100 બેઠકો વિસ્તૃત કરવામાં આવી.

ઉન્નત Wi-Fi કનેક્ટિવિટી: કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ સ્પીડને બહેતર બનાવવા વધારાના મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને Wi-Fi રાઉટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મફત વાઇ-ફાઇ: બિન-ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરતા મુસાફરો માટે ફ્રી વાઇ-ફાઇ કૂપન રજૂ કરવામાં આવી.

સિગ્નેજ ઇન્સ્ટોલેશન: મુસાફરોના પ્રવાહ અને એકંદર અનુભવને બહેતર બનાવવા એરપોર્ટ પર 500 થી વધુ સિગ્નેજ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા.

ટર્મિનલ 2 સિક્યોરિટી ચેક પર સ્વિંગ ઑપરેશનઃ પેસેન્જર ફ્લોના આધારે સુરક્ષા તપાસ વિસ્તારનો ઉપયોગ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એકસાથે કરવામાં આવ્યો. તે સમયે સુરક્ષાનું ખાતરીપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.

લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેવાઓમાં સુધારો: મુસાફરોને નજીવી ફીમાં ખોવાયેલી વસ્તુઓ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે એક અનુકૂળ સેવા શરૂ કરવામાં આવી.

મફત શટલ સેવા: મુસાફરો માટે ચાલતી શટલને વધારી બે કરવામાં આવી, જેના કારણે બંને ટર્મિનલ વચ્ચે મુસાફરોની અવરજવર સરળ બની છે.

નવા F&B આઉટલેટ્સ: બંને ટર્મિનલમાં કેટલાક નવા ફૂડ અને બેવરેજીસ આઉટલેટ ખોલવામાં આવ્યા તેમજ તમામ પાસે માંગને પહોંચી વળવા યોગ્ય સ્ટોક રાખવામાં આવ્યો.

સ્મોકિંગ રૂમઃ મુસાફરો માટે નવો સ્મોકિંગ રૂમ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.

સુધારેલ વાતાવરણ: ટર્મિનલ-1 પર હેરિટેજ થીમ લાગુ કરવામાં આવી અને પ્રવાસીઓના સુખદ અનુભવ માટે ગ્રીન વોલ બનાવવામાં આવી. ટર્મિનલ-2 માં હલચલ વોલ સહિત નવી કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી, જે ગુજરાતના જીવંત સાંસ્કૃતિક વારસાને વેગ આપે છે.
SVPI મુસાફરોના અનુભવને વધુ બહેતર બનાવવા અને એરપોર્ટ સેવાઓમાં નવા બેન્ચમાર્ક સેટ કરવા સમર્પિત છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

પાટણ : જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુર તાલુકાના કામલપુર(ધ) ગામે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરી

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ આજરોજ રાધનપુર તાલુકાના…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *