જામનગર, સંજીવ રાજપૂત;: ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખા દાયકાઓથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત છે, ભૂકંપ, વાવાઝોડા, કોરોના કાળ દરમિયાન અનેક મહત્વની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરેલ.
આ કામગીરી અંતર્ગત, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા અદ્યતન ફિઝિયો થેરેપી સેન્ટર, ડેન્ટલ કેર ક્લિનિક, જનરિક્ મેડીસિન સ્ટોર શરૂ કરવામાં આવેલ. ગુજરાત રાજ્યની તમામ જિલ્લા / તાલુકા સ્તરે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખા દ્વારા આ મુદ્દે શ્રેષ્ટ સેવાકીય કામગીરી કરવામાં આવેલ, જે અંતર્ગત ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી દ્વારા, રાજભવન ગાંધીનગર ખાતે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, જામનગર શાખા ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખા ના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વાઇસ ચેરમેન ડો અવિનાશભાઈ ભટ્ટ,ટ્રેઝરર હરેન્દ્રભાઇ ભાડલાવાળા સહિત એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ની પ્રેરણા, અને સફળ પ્રયાસો થી શાખા ને આ અવસર મળ્યો. જેમાં વિશેષ થી ડો વિહારી છાંટબાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ કનખરા, નિતિન પરમાર, ભાર્ગવ ઠાકર, દીપાબેન સોની જહેમત ઉઠાવેલ.
ગાંધીનગર, રાજભવન ખાતે યોજાયેલ આ સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત જી, ગુજરાત સ્ટેટ પ્રેસીડન્ટ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અજયભાઈ પટેલ દ્વારા શાખાનાં વાઇસ પ્રેસિડે્ટ ડો અવિનાશભાઈ ભટ્ટ, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર નીતિન પરમાર, ભાર્ગવ ઠાકરની ઉપસ્થિતિ માં આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
સૌ હોદેદારો, આજીવન સભ્યો દ્વારા શાખાની કામગીરી તથા એવોર્ડ પ્રાપ્તિની સફળતાને આવકારવામાં આવેલ. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર ભાર્ગવ ઠાકર દ્વારા જણાવાયું હતું.