Latest

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેશન અંતર્ગત મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર આકાશ ગૌતમે તેમની વિશિષ્ટ શૈલીથી વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે વિવિધ સરળ પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજક રીતે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના માતા-પિતાને પ્રેરણાસભર જાણકારી પ્રદાન કરી હતી. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના માનસ ઉપર સકારાત્મક અસર પેદા કરી શકાય. આકાશ ગૌતમ ભારતના ટોચના મોટિવેશનલ અને એજ્યુકેશન સ્પીકર છે તેમજ નિફ્ટી 50ની 30 કંપનીઓ તેમના જ્ઞાન અને કૌશલ્યો ઉપર વિશ્વાસ કરે છે.

મહત્વપૂર્ણ છે કે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી તેની કામગીરીની શરૂઆતથી જ કાર્યક્ષમ, આત્મવિશ્વાસથી ભરપૂર અને ઉચ્ચ જ્ઞાન ધરાવતા લીડર્સ તૈયાર કરવા ઉપર કેન્દ્રિત રહી છે. તે 25થી વધુ વૈશ્વિક જોડાણો સાથે વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. યુનિવર્સિટી 950થી વધુ કોર્પોરેટ રિક્રુટર્સ, 10,000થી વધુ એલ્યુમનાઇટ નેટવર્ક તેમજ 18થી વધુઇન્ડસ્ટ્રી-ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ધરાવે છે.

વધુમાં આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી સમાજને પરત કરવામાં પણ વિશ્વાસ કરે છે. આ અંતર્ગત તેણે આહારદાન નામની એક વિશિષ્ટ પહેલ કરી છે, જેની સમાજ અને તેના વિદ્યાર્થીઓ ઉપર ખૂબજ સકારાત્મક અસરો પેદા કરવામાં મદદ મળી છે.

યુનિવર્સિટી આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *