લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિના રંગમાં રંગાઈને તિરંગો લહેરાવ્યો હતો. આ યાત્રાને સફળ બનાવવા માટે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રા વીર સાવરકર હાઈસ્કૂલથી પ્રસ્થાન કરીને તાલુકા પંચાયત, સરદારચોક, ચાર થાંભલા, અને ઉગમણો જાપો જેવા મુખ્ય માર્ગો પર ફરી હતી. માર્ગમાં મદ્રેસા દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રા રામ મંદિર અને મેઈન બજાર થઈને ડો. દવે કાકા રોડ પરથી પસાર થઈ હતી અને ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તેનું સમાપન થયું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, આગેવાન સર્વ ડો.વિનુભાઈ ભંડેરી, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, જિલ્લા પંચાયત સભ્યશ્રી વિનુભાઈ વડોદરીયા અને ખીમજીભાઈ ધોળકિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, અરશીભાઈ કરંગિયા અને દિગ્વિજયસિંહ જાડેજા, હીરજીભાઈ ચાવડા, ભવાનભાઈ ચૌહાણ, રમેશભાઈ ગાગીયા અને સરપંચ જયેશભાઈ તેરૈયા સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.