Latest

જનસભા થી વિધાનસભા સુધી જનતાની સમસ્યા ઓનું સમાધાન

જનમંચ ”
જનસભા થી વિધાનસભા સુધી જનતાની સમસ્યા ઓનું સમાધાન

કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઇ ઠાકોર,
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઇ ચાવડા તથા માનનિય મુમતાઝબેન પટેલ
ની ઉપસ્થિતિમાં,

ભરૂચ
તારીખ: ૧૮/૦૫/૨૦૨૩, ગુરૂવાર
સવારે 09.30 કલાકે
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે, ભરૂચ

તથા

વાગરા
તારીખ: ૧૮/૦૫/૨૦૨૩, ગુરૂવાર
બપોરે 02.30 કલાકે,
ચીમન ચોક, વાગરા ખાતે,

જનમંચ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જાહેર જનતા ને એમના પ્રશ્નો રજુ કરવા માટે નો મંચ કોંગ્રેસ પાર્ટી આપશે અને એમના પ્રશ્નો ને જનસભા થી વિધાનસભા સુધી લઇ જશે.

આ કાર્યક્રમ માં ભરૂચ અને વાગરા તાલુકા/જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા હાજર રહેશે.

મુખ્ય મુદ્દા..
૧. સરકારી તંત્ર માં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર બાબત
૨. ખેડૂતો ને થઇ રહેલા અન્યાય (જમીન માપણી,  વીમા યોજના ગેરરીતિ, ગૌચર ની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત)
૩. યુવાન ભાઈ-બહેનો ને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી,  પેપરલીક, ડમી કાંડ બાબત)
૪. કથળતી કાયદો વ્યવસ્થા ની સ્થિતિ બાબત
(મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો)
(ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)
(વિસ્તાર માં ચાલતી દેશી વિદેશી દારૂ ની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)
(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરો ના ત્રાસથી પરેશાની)
(પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત)
૫. નિયમિત રૂપે ટેક્ષ અને જીએસટી ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓ થી વંચિત છો એ બાબત
૬. મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારી ની સમસ્યા અને જિલ્લા માં માત્ર પ્રાઇવેટ કોલેજો ને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત
૭. ભૂગર્ભ જળ ના સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે.  ખેત તલાવડી યોજના હોય કે ગામ ના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત
૮. સરકારી દવાખાના અને હોસ્પિટલ માં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત

ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફ થી, જનતાને માટે જનમંચ ની શરૂઆત કરવામાં આવી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *