Latest

પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ

અમદાવાદ, સંજીવ રાજપૂત રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઇસમની પોરરબંદરથી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

ગુજરાત એન્ટી ટેરિરિસ્ટ સ્કોડના પીઆઇ પી.બી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે, જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા, ઉં, વર્ષ: ૨૧, રહે. સુભાષનગર, પોરબંદર, જે પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે, તે છેલ્લા ચારેક મહીનાથી એડવીકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહીતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સઅપ તથા ટેલિગ્રામ જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે અને દેશ વિરોધી પ્રવૃતિ કરી રહ્યો છે.

આ બાબતે એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પીઆઇ મૃણાલ શાહ, પીએસઆઇ ડી. વી. રાઠોડ, તથા એચ. ડી. વાઢેરનાઓએ ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી આ ઈસમને પૂછપરછ માટે એ.ટી.એસ. ઓફીસ, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ જેની પૂછપરછ દરમ્યાન તમામ ભાંડો ફૂટતા તેની વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરતા તેને સાત દિવસના રિમાન્ડ સાથે પોરબંદર કોર્ટમાં રજૂ કરાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *