નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશન, આણંદ, હરિદર્શન ગારમેન્ટ, જનતા અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતીના સંયુક્ત ઉપક્રમે જનતા, વલ્લભ વિદ્યાનગર ખાતે “જાતીય સંવેદનશીલતા” વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. કુલ 30 શિક્ષકોએ આ વર્કશોપમાં ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો. આ વર્કશોપ કુલ બે સેશનમાં લેવામાં આવ્યો હતો.
શ્રી. જાગૃતિ ગજજર – ટ્રેનિંગ ટીચર, શ્રી. સપના જગતાપ – આસિસ્ટન્ટ ટીચર ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપની શરૂઆતમાં વિશ્વા બારોટ – ઉપપ્રમુખ દ્વારા નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશનનો પરિચય આપવામાં આવ્યો હતો.
નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી રીપલ ડાભી થકી શિક્ષકોને ઉદાહરણો આપીને “સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ” વિશેની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકોને જાતીય સંવેદનશીલતા વિષય પર પોતાના વિચાર રજૂ કરવા માટે Group Discussion માટે ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા હતા અને તેના પર ચર્ચાવિચારણા કરવામાં આવી અને ખુબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી.
રીપલ ડાભી દ્વારા જેન્ડર અને સેક્સ વચ્ચેનો તફાવત ઉંડાણપૂર્વક સમજાવવામાં આવ્યો હતો. જાતીય સતામણી અંગેની પરિસ્થિતિ ઉભી થાય તો કોણ તેમને મદદરૂપ બની શકે તે માટે ચાઇલ્ડ લાઇન 1098 નંબર અંગેની માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યશાળામાં શિક્ષકોએ ઉત્સાહપૂવૅક ભાગ લીધો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.